GSL II: મલ્ટિમેટ માર્વેલ્સ, ટોપનોચ એચિવર્સનો ફાઇનલમાં પ્રવેશ

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના સહકારથી અહીંના નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે ચાલી રહેલી ટેબલ ટેનિસ લીગ ગુજરાત સુપર લીગ (GSL)માં ઓલિમ્પિયન હરમિત દેસાઈએ અગાઉના પરાજય બાદ વળતો પ્રહાર કરતાં હરમિતની આગેવાની હેઠળની મલ્ટિમેટ માર્વેલ્સની રોમાંચક બનેલી સેમિફાઇનલમાં કટારિયા કિંગ્સને 137-131થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.
પ્રારંભથી જ માર્વેલ્સ અને કિંગ્સ વચ્ચે જોરદાર રસાકસી જામી હતી અને તેઓ એક એક પોઇન્ટ માટે આકરી મહેનત કરી રહ્યા હતા. કિંગ્સે શરૂઆતમાં અત્યાર સુધીની અજેય રહેલી માર્વેલ્સને લડત આપી હતી પરંતુ હરમિત અને પ્રથમ માદલાણીની જોડી, સુહાના અને જન્મેજય પટેલની જોડીએ બાજી માર્વેલ્સની તરફેણમાં લાવી દીધી હતી.
કિંગ્સના સુકાની અને ભારતના મોખરાના ખેલાડી માનુષ શાહએ ડાબા હાથે ઇજા હોવા છતાં માર્વેલ્સને ખાસ તકલીફ પડી ન હતી અને તેણે ફાઇનલ સુધી પોતાની અજેય વિજયકૂચ જાળવી રાખી હતી.
માર્વેલ્સ અને કિંગ્સ વચ્ચેની મેચથી બિલકુલ વિપરીત ટોપનોચ અને વર્તમાન ચેમ્પિયન તાપ્તિ ટાઇગર્સની મેચ રહી હતી જે એકતરફી બની ગઈ હતી જેમાં ભારતના ચોથા ક્રમના પાયસ જૈનની ટીમે ટાઇગર્સને 130-98થી હરાવી હતી અને તેની ટીમને માર્વેલ્સને હંફાવવાની તક આપી હતી.
એચિવર્સ માટે પાયસ, ચિત્રાક્ષ ભટ્ટ, દાનિયા ગોદીલ, ફ્રેનાઝ ચિપીયા, મધુરિકા પાટકર અને અભિલક્ષ પટેલ આ તમામે પોતાની મેચ જીતીને હરીફ પર સંપૂર્ણ અંકુશ જાળવી રાખ્યો હતો.