૨૯ ઓગસ્ટ : નેશનલ સ્પોર્ટસ ડે

રમત ગમતયુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા “નેશનલ સ્પોર્ટસ ડે” કાર્યક્રમની ઉજવણી અંતર્ગત તા. ૨૯ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે ૨૯ ઓગસ્ટના રોજ કચ્છના જિલ્લાકક્ષાના નેશનલ સ્પોર્ટસ ડેની ઉજવણી આર.ડી.વરસાણી હાઈસ્કૂલ ભુજ ખાતે સવારે ૮.૦૦ કલાકથી કરવામાં આવશે. આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યશ્રીઓ અને સ્થાનિક જનપ્રતિનિધિશ્રીઓ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.

        તા. ૨૯મી ઓગસ્ટના રોજ મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિના અવસરે આ દિવસની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવે છે. જે અન્વયે આજરોજ તા.૨૯મી ઓગસ્ટના દિવસે કચ્છ જિલ્લામાં આવેલી તમામ શાળાઓકોલેજયુનિવર્સિટી અને અન્ય સંસ્થાઓમાં ‘ફીટ ઈન્ડિયા’ના શપથ સાથે મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. વિવિધ શાળાકોલેજયુનિવર્સિટી અને અન્ય સંસ્થાઓમાં “એક ઘંટા ખેલ કે મેદાન મે !” થીમ પર  ડીબેટ્સસેમિનારફિટનેસ અંગે વાર્તાલાપ જેવી પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવશે.

“નેશનલ સ્પોર્ટસ ડે” કાર્યક્રમની ઉજવણી અંતર્ગત તા. ૨૯ થી ૩૧ ઓગસ્ટ સુધી વિવિધ પ્રવૃતિઓનું આયોજન

        બીજા દિવસની ઉજવણી અન્વયે તા. ૩૦મી ઓગસ્ટે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વિવિધ સ્પર્ધાનું આયોજન કરાશે. જેમાં પોલીસ વિભાગની ટીમ સાથે અન્ય સરકારી વિભાગો અને સ્કૂલોની ટીમ ભાગ લેશે. આ ઉજવણીના ત્રીજા દિવસ એટલે કે તા. ૩૧મી ઓગસ્ટના રોજ ગાંધીધામ ખાતે મહાનગરપાલિકા કક્ષાએ ‘સાયકલ ઓન સન્ડે’નું આયોજન કરવામાં આવશે. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આ ઈવેન્ટમાં નાગરિકોને સહભાગી બનાવવામાં આવશે. આ ઉપરાંતકચ્છની તમામ નગરપાલિકાઓમાં વોર્ડવાઈઝ રમતોનું આયોજન કરાશે. આ ત્રિ-દિવસીય ઉજવણીમાં ગ્રામ્યકક્ષાએથી લઈને જિલ્લાકક્ષા સુધીના રમત-ગમતના વિવિધ કાર્યક્રમો યોજાશે.