ભચાઉના વાંઢીયા ગામના ખેડુતોને ખાવડાથી હળવદ સુધી નાખવામાં આવતી વીજ લાઈનમાં પૂરતા પ્રમાણમાં વળતર આપવા મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુઆત
રાપર વિધાનસભા હેઠળના પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા અને લોકોના જીવન જરૂરિયાતના કામો કરવા માટે હરહંમેશ તત્પર અને ખેડુતોના હમદર્દી એવા રાપર પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ ભચાઉ તાલુકાના વાંઢીયા ગામના ખેડુતોના હિતાર્થે ગુજરાત રાજ્યના ભુપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ તથા વિપક્ષી નેતાશ્રી તુષારભાઈ ચૌધરી તથા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા તથા મુખ્ય સચિવશ્રી ગુજરાત સરકાર તથા મુખ્ય સચિવશ્રી કૃષિ વિભાગ સહિત પોલીસ અધિક્ષકશ્રી પૂર્વ કચ્છ પોલીસ વિભાગ તથા કરછ કલેક્ટરશ્રીને રજુઆત કરતાં જણાવ્યુ હતું કે હાલના સમયમાં અદાણી કંપનીની ખાવડ થી હળવદ સુધી વીજલાઈન નાખવામાં આવી રહી છે જે વાંઢીયા ગામના ખેડુતોની ખેતી લાયક જમીનમાંથી પસાર કરવામાં આવી રહી તેમજ ખેડુતોને લાઈન નાખવા અંગેનું પુરતા પ્રમાણમાં વળતર આપવામાં આવી રહ્યું નથી અને ખેડુતોને કન્નડગત કરવામાં આવી રહ્યા છે.કંપની દ્વારા ખેડુતોના ખેતરોમાં વીજલાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી હતી તે સમય દરમિયાન ખેડુતો દ્વારા વળતર અંગેની રજુઆત કરી હતી પરંતુ કંપની દ્વારા પોલીસ પ્રશાનનો ઉપયોગ કરી ખેડુતોને હેરાન પરેશાન કરી રહ્યા હોઈ માટે પોલીસ પ્રસાશન ખેડુતોને હેરાન ન કરે અને ખેડુતોને પુરતા પ્રમાણમાં વળતર આપવા રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ મુખ્યમંત્રી સહિત વહીવટી તંત્ર સમક્ષ માંગ કરી હતી .