ગણપતિ મૂર્તિને હમીરસર તળાવમાં ન પધરાવા અપીલ
સેનીટેસન શાખાનાં ચેરમેન શ્રી અનિલભાઈ છત્રાળા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે ગણપતિ ઉત્સવ નાગરિકોએ ધામધૂમ થી ઉજવ્યો હવે વિસર્જનના સમયે આપણે ગણપતિ મૂર્તિને હમીરસર તળાવમાં ન પધરાવીએ અને નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાને સહયોગ આપી નગરપાલિકાના ટ્રેક્ટર માં આ મૂર્તિઓ રાખી અને આ તમામ મૂર્તિઓ શ્રધ્ધા પૂર્વક વિરાર્જન કરવામાં આવશે. આ બાબતે હમીરસર તળાવ ને પણ સ્વચ્છ રાખવામાં જાહેર જનતાનો સહયોગ મળી રહે. જેમાં મૂર્તિ નું વિસર્જન હમીરસર માં ન કરવા જાહેર જનતા ને આહવાન કરવામાં આવે ১.