દાદાના કરુણા, એકતા અને સેવાભાવનાના સંદેશ સાથે સાધુ વાસવાણી મિશનના ગ્લોબલ હેડ, ‘દીદી કૃષ્ણા કુમારી’નું ગુજરાતમાં આગમન

સાધુ વાસવાણી મિશનના ગ્લોબલ હેડ, દીદી કૃષ્ણા કુમારી, હાલમાં ગુજરાતના અનેક શહેરોનો આધ્યાત્મિક પ્રવાસ પર છે. આ યાત્રા દરમિયાન તેઓ લોકોને કરુણા, એકતા અને સેવાના શાશ્વત સંદેશથી પ્રેરણા આપી રહ્યા છે.
સુરત, વડોદરા, રાજકોટ અને જૂનાગઢની મુલાકાત પછી પૂજ્ય દીદી કૃષ્ણા કુમારી હવે અમદાવાદ પધાર્યા છે, જ્યાં તેઓ શ્રેણીબદ્ધ અનેક કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. ગુરુવારે અહીં એક કાર્યક્રમમાં, તેમણે માતાપિતાઓ માટે તેમના બાળકો માટે સમય આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

મીડિયાકર્મીઓને સંબોધતા દીદીએ કહ્યું હતું કે, “આજે, આપણે તમામ ભૌતિક સુખ-સુવિધાઓ સાથે બાળકોનો ઉછેર કરી રહ્યા છીએ. જોકે, આપણે તેમને સમય નથી આપી રહ્યા. આપણે તેમને ગેજેટ્સ તો આપી રહ્યા છીએ, પરંતુ યોગ્ય માર્ગદર્શન નથી આપતા. બાળકો સ્પોન્જ જેવા છે અને માતાપિતાનું અવલોકન અને અનુકરણ કરે છે.”
તેમણે જણાવ્યું હતું કે, ડિજિટલ ઉપકરણોનો ઉદ્દેશ જીવનને સરળ બનાવવાનો હતો, પરંતુ તે આજે વિક્ષેપ અને સંબંધો તોડવાના સ્ત્રોત બની ગયા છે.
તેમણે કહ્યું હતું કે, “ફોન આપણો સમય બચાવવા માટે નિર્મિત થયા હતા, પરંતુ આજે તે સમય બગાડનારા ઉપકરણો બની ગયા છે. માતાપિતા પણ પરિવારના ભોજન દરમિયાન, તેમના ફોન પર ઘણો સમય વિતાવે છે અને સ્વાભાવિક રીતે બાળકો તેમને અનુસરે છે. જો આપણે ઇચ્છીએ છીએ કે, આપણા બાળકોમાં પરિવર્તન આવે તો આપણે આપણા પોતાનાથી જ શરૂઆત કરવી જોઈએ.

રીપોર્ટ બાય: અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.