રાપરના રતનપરમાં કૂવામાં પડી જવાથી 55 વર્ષીય આધેડ મહિલાનું મોત

copy image

copy image

રાપર ખાતે આવેલ રતનપરમાં કૂવામાં પડી જવાથી 55 વર્ષીય આધેડ મહિલાનું મોત થયું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ રતનપરમાં રહેનાર સતીબેન કાનજી વાવિયા સાથે આ બનાવ બન્યો હતો. હતભાગી મહિલા અહી ગામમાં આવેલા વરણુદાદાનાં મંદિર પાછળ તળાવ નજીક ગયેલ હતા. જ્યાં અકસ્માતે તળાવમાં આવેલા કૂવામાં પડી જવાના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયેલ હતા. ગંભીર રીતે ઘાયલ થયેલ આ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં  આવેલ હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.