મુન્દ્રામાં એક દુકાનમાંથી ગેરકાયદેસર રાંધણ ગેસના બાટલા મળી આવ્યા


પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે અનુસંધાને આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી. જે સુચના મુજબ લોકલ કાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા રાજદીપસિંહ ગોહિલનાઓ ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા રાજદીપસિંહ ગોહિલનાઓને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, કીશોર ઉમારામ દેવાસી રહે.ઉમીયાનગર મુંદરા તથા કીશન ઘોકલરામ દેવાસી રહે.ઉમીયાનગર મુંદરા વાળા મુંદરા ઝીરો પોઇન્ટ સર્કલ પાસે આવેલ શકિત પ્લાઝા બિલ્ડીગમાં દુકાન નં.૧૧૯ ની દુકાનમાં રાંઘણ ગેસના બાટલા ચોરી કે છળકપટથી મેળવી રાખેલ હોય અને શંકાસ્પદ પ્રવુતી કરી રહેલ છે અને હાલે તેઓની આ પ્રવુતી ચાલુમા છે. જે હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા કીશોર ઉમારામ દેવાસી તથા કીશન ઘોકલરામ દેવાસી વાળાઓ દુકાનમાં રાંધણ ગેસના ઘર વપરાશની બોટલોઓ સંગ્રહ કરી રાખેલ હોય અને બંન્ને ઇસમો બીજાની જીદંગી તેમજ શારીરીક સલામતી જોખમાય તે રીતે જવલનશીલ ગેસની ૧૫ કીલોની બોટલોમાંથી ૦૫ કીલોની બોટલોમાં કોઇપણ પ્રકારના અગ્નિશામક સુરક્ષાના સાધનો વગર ગેસ ભરી તે બોટલોનો વજન કાટા વડે વજન કરી રહેલ હોય જેથી બંન્ને ઇસમોને રાંઘણ ગેસના બાટલા રાખવા બાબતે તેમજ આ બાટલામાંથી નાના બાટલામાં ગેસ ભરવા બાબતે કોઇ આધાર-પુરાવા કે સક્ષમ અધીકારીશ્રી પાસેથી આ પ્રવુતી કરવા માટે પાસ પરમીટ મેળવેલ છે કે કેમ તે બાબતે પુછતા પોતાની પાસે કોઇ આધાર
પુરાવા કે પાસ પરમીટ ન હોવાનું જણાવેલ જેથી મજકુર ઇસમો વિરૂધ્ધ મુંદરા પોલીસ સ્ટેશનમાં
ગુ.ર.નં. ૧૨૮૩/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા કલમ ૨૮૭,૧૨૫,૫૪ તથા આવશ્યક ચિજવસ્તુ ધારા ની કલમ ૩.૭ તથા પ્રવાહી પેટ્રોલીયમ ગેસ(પુરવઠા અને વિતરણ નિયમન) અધિનિયમ(હુકમ) ૨૦૦૦ ના નિયમ ૬,૮,૧૦ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
મળી આવેલ મુદામાલ (કુલ્લે મુદ્દામાલ કિં.રૂ. ૯૭,૦૦૦/-)
- ૧૯ કીલોની ક્ષમતા વાળા રાંઘણ ગેસની બોટલો નંગ.૦૫, કિ.રૂ.૧૭,૫૦૦/-
- ૧૫ કીલોની ક્ષમતા વાળા રાંઘણ ગેસની બોટલો નંગ.૨૪, કિ.રૂ.૫૦,૪૦૦/-
- ૦૫ કીલોની ક્ષમતા વાળા રાંઘણ ગેસની બોટલો નંગ.૧૦ કિ.રૂ.૧૦,૦૦૦/-
- ૧૫ કીલોની ક્ષમતા વાળી ખાલી બોટલો નંગ.૦૩ કિ.રૂ.૩૬૦૦/-
- ૫ કીલોની ક્ષમતા વાળી બોટલો નંગ.૦૫ કિ.રૂ.૩૦૦૦/-
- એક ગેસના ચુલાની નોઝલ કિ.રૂ.૫૦૦/-
- એક ઇલેકટ્રીક વજન કાંટો કિ.રૂ.૨,000/-
- મોબાઇલ ફોન નંગ.૦૨ કિ.રૂ.૧૦,૦00/-
પકડાયેલ આરોપીઓ
- કીશોર ઉમારામ દેવાસી ઉ.વ.૩૭ રહે.હાલે. ઉમીયાનગર મુંદરા મુળ રહે. અટબરા તા.સોજર પોસ્ટ,સોજર જી.પાલી રાજસ્થાન
કીશન ઘોકલરામ દેવાસી ઉ.વ.૨૮ રહે.હાલે. ઉમીયાનગર મુંદરા મુળ રહે. હર્ષ તા.બીલાડા પોસ્ટ.બીલાડા જી.જોધપુર રાજસ્થાન