અંજાર પો.સ્ટે વિસ્તારમાંથી ગેરકાયદેસર લાકડાનાં જથ્થા સાથે આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પુર્વ કચ્છ ગાંધીધામ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઈ જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. નાઓની આગેવાનીમાં એલ.સી.બી ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ખાનગી બાતમી હકીકત મળેલ કે સુલતાન કુંભાર રહે. ભચાઉ વાળો કંડલા પોર્ટ પર લાકડા ભરી આવતા જહાજો માંથી વિલાયતી લાકડા દરીયામાં નાખી દઇ આ લાકડા ની ચોરી કરી હોડી મારફતે ડાંઠા પર તાણી લાવી તે લાકડાને ટીમ્બરમાં બારોબાર વેચવા માટે ડમ્પર રજી.નં. જીજે-૧૨-બીવી-૬૫૭૧ વાળામાં ભરીને વરસાણા ઈસ્પાત કંપની પાછળ થઈ હાઇવે તરફ નીકળવાનુ હોય જેથી એલ.સી.બી. ટીમ વરસાણા ઇસ્પાત કંપની પાછળના ભાગે મીઠાના અગરીયા તરફ જતા કાચા રસ્તા પર વોચમાં હતી તે દરમ્યાન ઉપરોકત હકીકત વાળુ ડમ્પર આવતા તેને ઉભુ રખાવી હાજર મળી આવેલ ઇસમને ડમ્પરમાં ભરેલ લાકડા બાબતે પુછપરછ કરતા આ લાકડા ચોરી કરેલ હોવાનુ જણાઈ આવતા આરોપીને પકડી પાડી અંજાર પોલીસ સ્ટેશનમાં શ્રી સરકાર તરફે ફરીયાદ આપી ગુનો દાખલ કરાવેલ છે અને આગળની કાર્યવાહી માટે અંજાર પો.સ્ટે ને સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીનું નામ
(૧) સલીમ રમઝાન કુંભાર ઉ.વ.૩૨ રહે. બટીયા વિસ્તાર,ભચાઉ
હાજર ન મળી આવેલ આરોપીનું નામ
(૧) સુલતાન હાસમ ડુંભાર રહે. બટીયા વિસ્તાર ભચાઉ
શોધાયેલ ગુનો-
અંજાર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૦૭/૨૫ બી.એન.એસ.૬.૩૦૩(૨),૩૧૭(૨),૬૧(૨),૫૪
મુદામાલ ની વિગત –
લાકડાનુ વજન ૮૦૫૦ કિ.ગ્રા.કિ.રો. ૮૦,૫૦૦/-
ડમ્પર વાહન રજી.નં.જીજે-૧૨-બીવી-૬૫૭૧ કિ.રૂ. ૫,૦૦,૦૦૦/-
મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫૦૦૦૦/-
કુલ કિ.રૂ. ૬,૩૦,૫૦૦/-
આ કામગીરી લોકલ รเย่ม બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.