પૂર્વ-કચ્છ ગાંધીધામ પોલીસ દ્વારા જાહેર જનતા અપીલ

મહે.પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીથી વિકાસ સહાય સાહેબ ગાંધીનગરનાઓ આદેશથી પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ ભુજનાઓની તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર પુર્વ કચ્છ ગાંધીધામનાઓ દ્વારા પોલીસ તથા પ્રજા વચ્ચે પરસ્પર સંવાદનો હેતુ નિર્માણ કરવાના ઉદ્દેશથી લોકોપયોગી સકારાત્મક કામગીરીના ભાગ રૂપે છેતરપીંડી/વ્યાજખોરોની બદી દુ૨ ક૨વા તેમજ આ બદીના પરીણામે ગંભીર બનાવોને બનતા અટકાવવા આવી પ્રવૃતિઓમાં સંડોવાયેલા આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ આવા લોકોના ત્રાસમા સપડાયેલા લોકો ગભરાટ તથા ભયના માહોલ તળે એક યા બીજી રીતે પોલીસ સુધી પોતાની રજુઆત કરવા આવી શકતા નથી જેથી આવા લોકો પોતાની રજુઆત નિર્ભયપણે કરી શકે તે માટે છેતરપીંડીના તથા વ્યાજખોરી ગુનાના કામે ભોગ બનનાર લોકો પોતાની રજુઆત ક૨વા અવશ્ય આવે તેવી પૂર્વ-કચ્છ ગાંધીધામ પોલીસ પ્રજાજનોને અપીલ કરે છે.

ઉપરોક્ત બાબતે કોઈ પણ નાગરીકને રજુઆત/ફરીયાદ હોય તો પોલીસ અધિક્ષકની કચેરી ખાતે તા.૦૩/૦૯/૨૦૨૫ ના ક.૧૧/૦૦ વાગે રજુઆત કરવા હાજર રહે તેવી અપીલ ક૨વામાં આવે છે.

“પૂર્વ-કચ્છ ગાંધીધામ જીલ્લા પોલીસ દ્વારા જનહિતમાં જારી”