૭૬માં વન મહોત્સવની જિલ્લાકક્ષાની ઉજવણી તા.૨ સપ્ટેમ્બરના કચ્છ યુનિવર્સીટી ભુજ ખાતે કરાશે

સામાજીક વનીકરણ વિભાગ કચ્છ દ્વારા આયોજિત જિલ્લાકક્ષાના ૭૬માં વન મહોત્સવની ઉજવણી તા. ૨ સપ્ટેમ્બરના ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેનશ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા તથા સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાના અતિથિ વિશેષપદે કચ્છ યુનિવર્સીટી ભુજ ખાતે સવારે ૧૦.૦૦ કલાકે કરવામાં આવશે.

કચ્છ યુનિવર્સીટી ખાતે યોજાનારા કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, કેશુભાઇ પટેલ, અનિરુધ્ધભાઇ દવે, ત્રિકમભાઇ છાંગા તથા વરિષ્ઠ અધિકારીશ્રી કલેકટરશ્રી આનંદ પટેલ તથા મુખ્ય વન સંરક્ષકશ્રી ડૅા.સંદિપ કુમાર, કચ્છ યુનિવર્સીટીના કુલપતિશ્રી ડૅા.મોહન પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ તથા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા ઉપસ્થિત રહેશે.