ભુજમાં મોબાઈલ-ઈન્ટરનેટથી થતા સાયબર ક્રાઈમ વિશે સરકારી ઇજનેરી કોલેજના છાત્રોને અવગત કરાયા

સરકારી ઇજનેરી કોલેજ ભુજ, સાયબર ક્લબ ટીમ દ્વારા સાયબર અવેરનેસ વિષય પર
સેમિનારનું આયોજન કરાવામા આવ્યુ હતું. સાઇબર સેલ ભુજમાંથી પધારેલ PSI એચ.જી
દેવમણીએ ટેકનોલોજીના સમયમાં સાઈબર ક્રાઈમ કેવી રીતે થાય છે. મોબાઇલ અનેઈન્ટરનેટ
દ્વારા કેવી રીતેઆપણેતેનો ભોગ બનીએ છીએ તેના વિશેની માહિતી આપી હતી.
ભારત સરકાર દ્વારા માન્ય એપનો કેવી રીતે ઉપયોગ કરવો તે પ્રેક્ટીકલ કરાવીને
સર્વેને અવગત કરવામાં આવ્યા હતા. આજના સમયમાં સાઈબર ક્રાઈમનો ભોગ બન્યા પછી
આપણે શું કરવુ જોઈએ? કોનો સંર્પક કરવો જોઈએ? અને આગળ કેવી રીતે કાર્યવાહી કરવી
તેની સમજ આપી હતી. સાયબર ક્રાઇમ જેવી ઘટનાઓ ન બને તેનાથી સર્તક અને સાવધાન
રહેવા અપીલ કરી હતી. સંકલન સંસ્થાના પ્રિન્સીપાલ ડૉ. જી. જે. વાળા, વિવિધ શાખાઓનો
વડા તથા સાઇબર ક્લબ કોઓડીનેટર ડૉ. રૂપેશ એલ પટેલ તથા ટીમ મેમ્બર ટી એસ વાળા,
બી જે. ચુડાસમા, એચ કે. વાઘેલા, શિવમ કપૂર તથા ધ્રુવ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.
મિકેનિકલ ખાતાના વડા ડૉ. પી પી રાઠોડ એ તમામ વિદ્યાથીઓને જણાવ્યું હતુ કે, આજે શીખેલ
સાયબર ફ્રોડથી બચવા માટેની તમામ ટ્રીકોનો ઉપયોગ કરવો તથા અન્ય મિત્રો અને પરિવાર
જનોને તેનાથી અવગત કરવા કહી તમામનો આભાર વ્યક્ત કયો હતો. કાર્યક્રમામાં સાઇબર IT
એક્સપટ જીતેશભાઈ સહારે તથા સંયોજક એમ.આઈ.બાયડ હાજર રહ્યા હતા.