ભુજ તાલુકાના દીનારામાં જિલ્લા આરોગ્ય વિભાગની પહેલના ભાગરૂપે સર્ગભા બહેનોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું.

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના દીનારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સાત અતિ જોખમી સગર્ભા બહેનોને જિલ્લા આરોગ્ય
વિભાગની પહેલના ભાગરૂપે સર્ગભા બહેનોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મિતેષ ભંડેરી ના માર્ગદર્શન હેઠળ ભુજ
તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. રોહિત ભીલના પ્રયાસોથી ભુજ તાલુકા આરોગ્યતંત્ર દ્વારા કરવામાં આવેલ પહેલના ભાગરૂપે
સાત સગર્ભા મહિલાઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું. 9 વસ્તુઓથી સજ્જ આ પોષણ કીટ દીનારા પ્રાથમિક આરોગ્ય
કેન્દ્ર ની અતિ જોખમી સગર્ભા જેનું વજન 42 કિલોથી ઓછું વજન ધરાવતી બહેનોને ઘરો ઘર રૂબરૂ મળીને કીટનું વિતરણ
કરવામાં આવ્યું. રાજ્ય સરકારના તંદુરસ્ત માતા તંદુરસ્ત બહારના સંકલ્પને ચરીતાર્થ કરવા અદાણી ફાઉન્ડેશનનો સહયોગ
સાંપડ્યો છે.
કચ્છ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા દ્વારા કુલ 7 સગર્ભા બહેનોને કુલ 9
વસ્તુઓની 9.50 કિલોની ન્યુટ્રીશન કીટ વિતરણ દીનારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ગામડાઓમાં કરવામાં આવ્યું જે ન્યુટ્રીશન
કીટમાં એક કિલો મગ, એક કિલો મગની દાળ, બે કિલો ચણા, એક કિલો તુવેરદાળ, એક કિલો સિંગદાણા, એક કિલો ગોળ,
પાંચસો ગ્રામ ખજૂર, એક કિલો તેલ, એક કિલો શુદ્ધ ઘી આપવામાં આવ્યા હતા.
સ્તનપાન સહિતના વિષયે સમજૂતી આપવામાં આવી . લાભ મેળવવનાર સગર્ભા માતાઓ એ જણાવ્યું કે, “આ પોષણ કીટ
દ્વારા અમને સ્વાસ્થ્ય સબંધિત લાભ મળી રહશે તથા આ પોષણ કીટ અમને આપવા બદલ અમે આભાર વ્યક્ત કરીએ છે.” આ
સગર્ભા બહેનોને ન્યુટ્રીશન અને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં ગર્ભાવસ્થા દરમિયાન શું કાળજી લેવી,
સંસ્થાકીય પ્રસુતિ, બાળકના જન્મ બાદ તેના આરોગ્ય માટે માતા દ્વારા સ્તનપાન સહિતના વિષયે સમજૂતી આપવામાં આવી
હતી. RCHO ડો.દિનેશ પટેલ અને અદાણી ફાઉન્ડેશનના પંક્તીબેન સહા CSR હેડ ગુજરાત અને યુવરાજસિંહ જાડેજા CSR હેડ
ખાવડા. તેમજ દીનારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મચારીઓ સહયોગ મળ્યો હતો.