રાષ્ટ્રીય ખેલદિન 2025 પર કુશલ હરેશ સંગતાણીનો સન્માન

રાષ્ટ્રીય ખેલદિન 2025 ના અવસરે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા કર્ણાવતી ક્લબ, અમદાવાદ ખાતે ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રમત ગમત ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા.

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (GSTTA) ના કાર્યકારી પ્રમુખ શ્રી કુશલ હરેશ સંગતાણીને ગુજરાતમાં ટેબલ ટેનિસના પ્રોત્સાહન અને વિકાસ માટે કરેલ મહત્વપૂર્ણ પ્રયાસોની કદરરૂપે પ્રતિષ્ઠિત ‘કોન્ટ્રિબ્યુશન ટુ સ્પોર્ટ્સ 2025’ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે.

આ સન્માન માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તથા પદ્મશ્રી અને ઓલમ્પિક પદક વિજેતા મીરાબાઈ ચાનૂ, માનનીય સાંસદ શ્રી નરહરી અમીન, માનનીય મહાપૌર શ્રીમતી પ્રતિભા બેન જૈન, શ્રી સંદીપ સાંગલે (IAS), મહાનિદેશક – સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, શ્રી અજય પટેલ, સિનિયર વાઈસ પ્રેસિડન્ટ – ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન અને અન્ય અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.

સન્માન પ્રાપ્ત કર્યા બાદ, શ્રી સંગતાણીએ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત પ્રત્યે આભાર વ્યક્ત કર્યો અને આ એવોર્ડ પોતાના સ્વ. પિતાશ્રી હરેશ સંગતાણીને સમર્પિત કર્યો, જેમની પ્રેરણા અને માર્ગદર્શન તેમના જીવન પ્રવાસમાં અત્યંત મહત્વપૂર્ણ રહ્યા હતા. તેમણે આગળ પણ ગુજરાતમાં ટેબલ ટેનિસને ગ્રાસરૂટસ થી લઈને વ્યાવસાયિક સ્તરે મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો