અમદાવાદમાં ‘બાયોયુગ ઓન વ્હીલ્સ’નું સફળ આયોજન – કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક તરફ જાગૃતિ


બાયો આધારિત ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે બાયોયુગ દ્વારા શરૂ કરાયેલ રાષ્ટ્રીય સ્તરની પહેલ ‘બાયોયુગ ઓન વ્હીલ્સ’નું અમદાવાદમાં સફળ આયોજન થયું. CIPET અમદાવાદના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, સંશોધકો, ઉદ્યોગસાહસિકો અને પર્યાવરણપ્રેમીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
આ કાર્યક્રમમાં બાયો આધારિત ટેક્નોલોજીના ઇન્ટરેક્ટિવ પ્રદર્શન, લાઈવ ડેમોન્સ્ટ્રેશન, હેન્ડ્સ-ઓન એક્ટિવિટીઝ અને પેનલ ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું. સાથે જ કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિકના મહત્વ પર જાગૃતિ લાવતો સેમિનાર પણ યોજાયો. આ અવસરે શેરડીમાંથી બનેલા બાયોપ્લાસ્ટિક સહિત અનેક પર્યાવરણમૈત્રી પ્રયોગો રજૂ કરવામાં આવ્યા, જે ઉપસ્થિતો માટે પ્રેરણાદાયી સાબિત થય
કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતોએ સમજાવ્યું કે કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક એ ખાસ પ્રકારનું પ્લાસ્ટિક છે, જે કુદરતી રીતે થોડા મહિનામાં તૂટી માટીમાં ભળી ખાતરનું સ્વરૂપ ધારણ કરે છે. તેમાં ઝેરી તત્વો નથી અને પર્યાવરણ, પશુ-પક્ષી અને દરિયાઈ જીવને નુકસાન પહોંચાડતું નથી. તેની બનાવટમાં મુખ્યત્વે PLA (પોલીલેક્ટિક એસિડ), PBAT અને સ્ટાર્ચ જેવા બાયો આધારિત ઘટકોનો ઉપયોગ થાય છે. આજની ઘડીએ સેન્ટ્રલ પલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા માન્યતા પ્રાપ્ત એકમાત્ર વિકલ્પ કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક જ છે.
શ્રીમતી સ્વેતા સુર્યવંશી,બાયોયુગ ટીમ,બલરામપુર ચિની લિમિટેડ દ્વારા જણાવામાં આવ્યું કે, કંપનીસ્ટેબલ પીએલએ આધારિત પ્લાસ્ટિક્સ પેકેજિંગ અંગેની અમારી વિચારસરણીમાં ક્રાંતિ લાવી રહ્યા છે. મકાઈ અને શેરડી જેવા નવીનીકૃત સ્ત્રોતોમાંથી પ્રાપ્ત પીએલએ કુદરતી રીતે પોષકતત્ત્વોથી ભરપૂર ખાતમાં વિઘટિત થઈ જાય છે—જે પાછળ કોઈ ઝેરી અવશેષ છોડતું નથી. આ એકમાત્ર સીપીસીબી મંજૂર વિકલ્પ છે, જે પરંપરાગત એક વખત વપરાતા પ્લાસ્ટિકનો સુરક્ષિત, પર્યાવરણમૈત્રી સોલ્યુશન ઉદ્યોગો અને ગ્રાહકો બંનેને પ્રદાન કરે છે. પીએલએ અપનાવીને, અમે માત્ર પ્રદૂષણ ઓછું કરી રહ્યા નથી—અમે ભારત માટે વધુ સ્વચ્છ અને હરિયાળું ભવિષ્યમાં રોકાણ કરી રહ્યા છીએ.”
રિપોર્ટ બાય:અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.