પતિ-પત્ની ના ઝઘડા માં પતિ દ્વારા રાત્રે રસ્તા ઉપર મૂકીને ચાલી ગયેલ પત્ની ની મદદ માટે આવેલ ૧૮૧ અભયમ્


પતિ-પત્ની ના ઝઘડા માં પતિ દ્વારા રાત્રે રસ્તા ઉપર મૂકીને ચાલી ગયેલ પત્ની ની મદદ માટે આવેલ ૧૮૧ અભયમ્ ટીમ ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇન માં રાત્રે મદદ માટે કોલ આવેલ અને બેન ને જણાવેલ કે મારા પતિ મને રસ્તા ઉપર મૂકીને ચાલી ગયેલ છે અને હું અહીંયા કોઈને જાણતી નથી અને અહીંયા ના રસ્તા જોયેલા નથી ત્યારે તેમની મદદ માટેભુજ લોકેશન પર હાજર રહેલ ૧૮૧ અભયમ્ ની ટીમ જેમા કાઉન્સેલર પૂજાબેન ચૌહાણ, કોન્સ્ટેબલ અંજલિબેન અને પાયલોટ ભાઈ સુરેશભાઈ હાજર હતા તેઓ ઘટના સ્થળે પહોંચેલ અને તેઓ બેન સાથે વાતચીત કરેલ હતા ત્યારે તેમણે જણાવેલ કે તેઓ ગાંધીધામ તાલુકા ના રહેવાસી છે અને તેમણે ભુજ તાલુકા ના રહેવાસી ભાઈ સાથે બે મહિના પહેલા કોર્ટ મેરેજ કરેલ છે તેઓ લગ્ન પહેલા સાથે એક કંપની માં કામ કરતા હતા અને ત્યાં તેઓ એકબીજા ની સાથે પ્રેમ સંબંધ માં જોડાયેલ હતા અને તેમની એક બીજાની મરજી સાથે આજ થી બે મહિના પહેલા કોર્ટ મેરેજ કરેલ હતા અને આજ રોજ બેન ને જણાવેલ કે તેમના પતિ કોઈ પર સ્ત્રી સાથે ફોન માં વાતચીત કરે છે અને એ બાબત ને લઈને બંને વચે ઝગડો થયેલ અને જેના કારણે તેમના પતિ કહેલ કે હું તમને તમારી મિત્ર ના ઘરે મૂકી જાઉં તેઓ મૂકવા માટે આવેલ હતા અને મને રસ્તા ઉપર મૂકીને ચાલી ગયેલ છે અને હું અહીંયા કોઈ સ્થળ જોયેલ નથી અને હું તેમને ફોન કરી રહી છું તો મારો ફોન ઉપાડી રહ્યા નથી ત્યારે ૧૮૧ અભયમ્ ટીમ દ્વારા તેમના પતિ ને ફોન કરેલ પરંતુ તેઓ ફોન ઉપાડી રહેલ ન હતા ત્યારે તેમના ઘરે તેમના પિતા ને ફોન કરેલ અને તેમની સાથે વાતચીત કરેલ અને તેમણે જણાવેલ કે તમારા દીકરાવહુ ને તમારો દીકરો આવી રીતે રસ્તા ઉપર મૂકીને ચાલી ગયેલ છે ત્યારે તેમની માતા દ્વારા જાણવા મળેલ કે તેમનો દીકરો ઘરે છે અને જાણીજોઇને તેઓ ફોન ઉપાડી રહ્યા નથી ત્યારે તેમના દીકરા સાથે વાતચીત કરેલ અને તેમણે ઘટનાસ્થળે બોલાવેલ હતા ત્યાં સુધી બેન ને ૧૮૧ અભયમ્ ટીમ દ્વારા સહીસલામ રાખવામાં આવેલ હતા તેમના પતિ અને તેમના પરિવાર ના લોકો ઘટનાસ્થળે પહોંચેલ અને તેમની સાથે વાતચીત કરેલ હતી ત્યારે તેમના પતિ નું કહેવું હતું કે હું તેમને તેમની મિત્ર ના ઘરે મુકીને આવેલ હતો ત્યારે તે વાત ની પુષ્ટિ કરેલ અને તેમના પતિ ને તેમની પત્ની પ્રત્યે ની જવાબદારી વિશે ભાન કરાવેલ અને આગળ આવી રીતે કોઈ પણ પ્રકારનો પ્રયાસ ના કરે તે માટે જાગૃત કરેલ હતા અને બંને ની વાતચીત સાંભળી ને બંને ને સમજાવેલ હતા અને બંને વચે સુખદ મિલાપ કરાવીને બેન ને તેમના પતિ અને પરિવાર ને સોંપેલ હતા