નલિયાના રાઈ ચોકમાં પાર્ક કરેલ ત્રણ વાહનોમાંથી બેટરીની ચોરી

copy image

અબડાસા ખાતે આવેલ નલિયાના રાઈ ચોકમાં પાર્ક કરવામાં આવેલ ત્રણ વાહનમાંથી બેટરીની ઉઠાંતરી થતાં પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ચોરીના બનાવ અંગે યશગિરિ પ્રવીણગિરિ ગોસ્વામી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી રાત્રે પોતાની ટાટાની મેજીક પેસેન્જર ગાડી ચોકમાં પાર્ક કરી ઘરે સૂઈ ગયા હતા બાદમાં બીજા દિવસે સવારે ગાડીને સેલ મારી ચાલુ કરતાં ચાલુ ન થઈ. બાદમાં વધુ તપાસ કરતાં વાહનમાંથી બેટરી ગૂમ હતી. ઉપરાંત આસપાસ પૂછતાછ કરવામાં આવતા અન્ય બે વાહનોમાંથી પણ બેટરી ચોરાઈ હોવાનું જણાયું હતું. આ બનવામાં કુલ રૂા. 17,500ની ત્રણ બેટરીની ચોરી કરી કોઈ અજાણ્યો ઈશમ ફરાર થઈ જતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.