રાપર -ભચાઉ તાલુકા સહીત સમગ્ર કચ્છમાં શિક્ષકોની ઘટ પૂર્ણ કરવા રાપર પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયા ની શિક્ષણ મંત્રીશ્રી સમક્ષ રજુઆત કરી.

રાપર વિધાનસભા વિસ્તારના ધારાસભ્યશ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ મહામહિમ રાજયપાલ સાહેબશ્રી ગુજરાત રાજય તથા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કુબેરભાઈ ડિંડોર શિક્ષણ મંત્રીશ્રી ગુજરાત રાજય તથા ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડ તથા ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતાશ્રી ડો.તુષારભાઈ ચૌધરી સહિત મુખ્ય સચિવશ્રી ગુજરાત સરકાર તથા માન.મુખ્ય સચિવશ્રી શિક્ષણ વિભાગ ગાંધીનગર સહિત કલેકટરશ્રી કરછ સમક્ષ રજુઆત કરતાં જણાવ્યુ કે સરકાર કહે છે સૌ ભણે સૌ આગળ વધે પરંતુ હાલના આ ટેકનોલોજી ના યુગમાં અને ઝડપથી ચાલી રહેલ સમયમાં વિદ્યાનું ખુબ જ મહત્વ છે તે જ સમયમાં વિદ્યા આપનાર શિક્ષકો જ નહિ હોય તો વિદ્યાર્થીઓમાં શિક્ષણ કેવી રીતે આવશે અને કેવી રીતે વિદ્યાર્થી અભ્યાસ કરશે જે હાલે રાપર સહીત કચ્છમાં ગંભીર મુદ્દો છે.             કચ્છમાં શિક્ષકોની ઘટ અંગેની ગંભીર સમસ્યાના નીરાકરણ માટે સરકારશ્રી દ્વારા જ્યાં નિમણુક ત્યાં નિવૃત્તિ જેવી પોલીસી બહાર પાડી હતી.જેનો સત્રના આરંભ પહેલા જ અમલવારી કરવા રજુઆત કરવામાં આવી હતી પરંતુ કાર્યવાહી કરવામાં આવી નથી અને સરકાર અને ઘોર નિંદ્રામાં સુતેલ વહીવટી તંત્રના વાંકે શિક્ષકો ઘટ નો ગંભીર પ્રશ્ન હાલના સમયમાં પણ યથાવત છે.રાપર તાલુકો એક વિશાળ ગામડાઓ અને વાંઢ વિસ્તાર ધરાવતો તાલુકો છે.રાપર તાલુકામાં ૬૯૯ જેટલા શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે.તેમજ શિક્ષકોની ઘટના કારણે વિદ્યાર્થીઓ ના ભવિષ્ય પર અસર પામી રહી હોઈ તેમજ શિક્ષકોના ઘટ ના કારણે શિક્ષણનું સ્તર કથળાઇ રહ્યું છે.રાપર તાલુકા સહીત સમગ્ર કચ્છમાં કુલ ૪૦૧૮ જેટલા શિક્ષકોની પુષ્કળ પ્રમાણમાં મોટી ઘટ છે.શિક્ષકોની વધારે ઘટ હોવાના કારણે જેની સીધી અસર વિદ્યાર્થીઓના પાયાના ભણતરમાં ખુબજ માઠી અસર થઇ રહી છે જેના પરિણામે શાળાના વિદ્યાર્થીઓના ના ભાવી ભવિષ્ય ઉપર ઘણા પ્રશ્નો ઉદભવી રહયા છે.શૈક્ષણીક ક્ષેત્રે રાપર તાલુકા સહીત કચ્છ જીલ્લાને  અન્યાય થઈ રહ્યો છે.દિવસે દિવસે રાપર તાલુકામાં શિક્ષકોની ઘટ સતત વધી રહી છે તેમજ પ્રાથમિક શિક્ષણ મૂળ પાયાથીજ સુધરે તે માટે શિક્ષકોના મહેકમ મુજબની સંખ્યા યથાવત રહે તે માટે તાત્કાલિક ધોરણે મારા મતવિસ્તાર હેઠળના રાપર તાલુકા સહીત સમગ્ર કચ્છમાં શિક્ષકોની ભરતી કરવા રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ રાજય સરકાર સમક્ષ માંગ કરી હતી.