છેલ્લા બે વર્ષથી સજાના પકડ વોરંટમાં પકડવાના બાકી આરોપીને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ-ભજ”


શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓએ લાંબા સમયથી પકડ વોરંટના આરોપી પકડવાના બાકી હોય જેમાં રફીક કાસમ પઠાણ ઉ.વ.૪૦ રહે. પવનચક્કીનો વિસ્તાર, ભુજ વાળો જે અધિક જ્યુ.મે. ફર્સ્ટ ક્લાસ, માંડવી કચ્છનાઓની કોર્ટના ફોજદારી કેસ નં-૧૯૫/૨૦૨૦ વાળીના કામે એન.આઇ.એક્ટ કલમ ૧૩૮ મુજબના કામે મજકુર ઇસમને એક વર્ષની સજા થયેલ હોય જેથી મજકુર ઇસમને પકડી પાડવા માટે સુચના આપેલ હતી. જે બાબતે લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરજભાઇ વેગડા, સુનીલભાઈ પરમાર તથા રાજેન્દ્રસિંહ રાઠોડનાઓ તપાસમાં હતા દરમ્યાન હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ રીતે માહિતી મેળવી મજકુર ઇસમને પકડી વોરંટની બજવણી કરી નામદાર માંડવી કોર્ટમાં રજુ કરતા સજાના વોરંટના કામે પાલારા જેલ ખાતે મોકલવા તજવીજ કરેલ છે.
- પકડાયેલ ઇસમ
રફીક કાસમ પઠાણ ઉ.વ.૪૦ રહે. પવનચક્કીનો વિસ્તાર, ભુજ
- નીચેના પકડ વોરંટમાં પકડવાનો બાકી હતો
નામદારશ્રી અધિક જ્યુ.મે. ફર્સ્ટ ક્લાસ, માંડવી કચ્છનાઓની કોર્ટના ફોજદારી કેસ નં-૧૯૫/૨૦૨૦ ના સજાના પકડ વોરંટમાં પકડવાનો બાકી.