જિયાને હરાવીને ચાર્મી અંડર-19ની સેમિફાઇનલમાં બિનક્રમાંકિત હેત ઠાકરએ તેની વિજયકૂચ જાળવી રાખી


ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (ટીટીએએસડી)ના ઉપક્રમે ત્રીજી થી છઠ્ઠી સપ્ટેમ્બર દરમિયાન અહીંની તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, નાર્થન ખાતે આયોજિત તાપ્તિ વેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ગુરુવારે ભાવનગરની છઠ્ઠા ક્રમની ચાર્મી ત્રિવેદીએ એક ગેમથી પાછળ રહ્યા બાદ વળતો પ્રહાર કરીને ત્રીજા ક્રમની જિયા ત્રિવેદી (અમદાવાદ)ને 3-1થી હરાવીને ગર્લ્સ અંડર-19ની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.
આ ટુર્નામેન્ટ છ સપ્ટેમ્બર સુધી ચાલશે. તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ટુર્નામેન્ટના ટાઇટલ સ્પોન્સર છે જ્યારે સ્ટિગા તેના ઇક્વિપમેન્ટ સ્પોન્સર છે.
ગર્લ્સ અંડર-19માં મોખરાનો ક્રમાંક ધરાવતી પ્રથા પવારે પણ સેમિફાઇનલમાં પોતાનું સ્થાન હાંસલ કરી લેતાં સુરતની નવમા ક્રમની દિયા ગોધાણીને 3-0થી હરાવી હતી.
બોયઝ અંડર-19 કેટેગરીમાં બિનક્રમાંકિત હેત ઠાકર એ તેની વિજયકૂચ જાળવી રાખી હતી કેમ કે તેણે વડોદરાના પાંચમા ક્રમના વેદ પંચાલને 3-2થી હરાવ્યો હતો. મોખરાના ક્રમના જન્મેજય પટેલ (અરાવલ્લી)એ અંતિમ ચારમાં પ્રવેશવા માટે ભાવનગરના છઠ્ઠો ક્રમાંક ધરાવતા વંદન સુતરિયાને 3-0થી આસાનીથી હરાવી દીધો હતો.
મેન્સ અને વિમેન્સ કેટેગરીમાં અપેક્ષા મુજબ જ મોખરાના ક્રમના જયનિલ મહેતા (રાજકોટ) અને વિમેન્સમાં ફ્રેનાઝ ચિપીયા (સુરત)એ તેમની ક્વાર્ટર ફાઇનલ મેચો જીતીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ક્વાર્ટર ફાઇનલના પરિણામોઃ
મેન્સઃ જયનિલ મહેતા જીત્યા વિરુદ્ધ દેવર્ષ વાઘેલા 11-8, 11-8, 11-13, 11-9; અયાઝ મુરાદ જીત્યા વિરુદ્ધ રિયાન દત્તા 7-11, 11-7, 11-3, 8-11, 11-7; અભિલાષ રાવલ જીત્યા વિરુદ્ધ હર્ષવર્દન પટેલ 11-8, 11-9, 11-8; પ્રથમ માદલાણી જીત્યા વિરુદ્ધ જન્મેજય પટેલ 11-8, 8-11, 14-12, 9-11, 11-9.
વિમેન્સઃ ફ્રેનાઝ ચિપીયા જીત્યા વિરુદ્ધ જિયા ત્રિવેદી 11-8, 10-12, 11-7, 11-5; પ્રથા પવાર જીત્યા વિરુદ્ધ કૌશા ભૈરપૂરે 11-8, 11-4, 4-11, 11-4; નામના જયસ્વાલ જીત્યા વિરુદ્ધ રિયા જયસ્વાલ 11-8, 11-5, 11-8; ફિલઝાહ ફાતીમા કાદરી જીત્યા વિરુદ્ધ સિદ્ધિ બલસારા 11-4, 16-14, 11-5.
બોયઝ અંડર-19 ક્વા. ફાઇનલઃ જન્મેજય પટેલ જીત્યા વિરુદ્ધ વંદન સુતરિયા 11-7, 11-5, 11-7; હેત ઠાકર જીત્યા વિરુદ્ધ વેદ પંચાલ 11-13, 11-8, 4-11, 11-7, 13-11; હર્ષવર્દન પટેલ જીત્યા વિરુદ્ધ હિમાંશ દહિયા 11-7,11-9,11-8; ધ્યેય જાની જીત્યા વિરુદ્ધ યુગ પરમાર 11-4,11-9,13-11.
ગર્લ્સ અંડર-19 ક્વા. ફાઇનલઃ પ્રથા પવાર જીત્યા વિરુદ્ધ દિયા ગોધાણી 11-3, 11-8, 11-2; દાનિયા ગોડીલ જીત્યા વિરુદ્ધ સિદ્ધિ બલસારા 11-9, 11-5, 11-3; ચાર્મી ત્રિવેદી જીત્યા વિરુદ્ધ જિયા ત્રિવેદી 8-11, 11-5, 11-5, 11-3; રિયા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ વિશ્રુતિ જાદવ 12-10, 11-4, 11-5.
અંડર-17 બોયઝઃ માલવ પંચાલ જીત્યા વિરુદ્ધ હિતાર્થ જોશી 11-9, 12-10,7-11, 9-11, 11-6; વેદ પંચાલ જીત્યા વિરુદ્ધ વંદન સુતરિયા 11-6, 11-7, 7-11, 11-13, 11-5; તક્ષ કોઠારી જીત્યા વિરુદ્ધ યુગ પરમાર 8-11, 11-8, 11-7, 11-13, 11-8; પવન કુમાર જીત્યા વિરુદ્ધ આરવ સિંઘવી 11-6, 11-6, 11-5.
અંડર-17 ગર્લ્સઃ દાનિયા ગોડીલ જીત્યા વિરુદ્ધ સૂચિ પટેલ 11-2, 11-8, 11-08; ચાર્મી ત્રિવેદી જીત્યા વિરુદ્ધ અનાઇશા સિંઘવી 11-05, 09-11, 11-09, 11-09; વિન્સી તન્ના જીત્યા વિરુદ્ધ ફિઝા પવાર 5-11, 11-08, 13-11, 03-11, 11-08; જિયા ત્રિવેદી જીત્યા વિરુદ્ધ શિવાની ડોડીયા 11-07, 11-07, 11-05.