વાડીના બોરના કોપર કેબલની ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢી મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભુજ


પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આવી પ્રવૃત્તિ આચનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર. જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને જીલ્લામાં વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધવા માટે સુચના આપેલ હતી જે સુચના મુજબ લોકલ કાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. વિકેશભાઇ રાઠવા, યશવંતકુમાર ચૌહાણ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનીલભાઈ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઇ રબારી તથા ડ્રા. મહેન્દ્રસિંહ જાડેજાનાઓ મીલ્કત સબંધી ગુનાઓ શોધવા પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન વિકેશભાઇ રાઠવા તથા લાખાભાઇ રબારીનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે, અમુક ઈસમો વાડાપધ્ધર ગામના પાટિયાથી વાડાપધ્ધર ગામ તરફ જતા રસ્તા પાસે બાવડોની ઝાડીમાં હાજર છે અને વાડી વિસ્તારમાં ચોરી કરેલ કેબલનો જથ્થો પોતાના કબ્જામાં રાખી સગે-વગે કરવાની ફિરાકમાં છે. જે હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા (૧) સલેમાન સિધિક મોગલ (૨) અકબર ઉર્ફે ઈકબાલ અભુ સોરા (૩) મહમદરીયાઝ મામદ મોગલ (૪) ઉરસમુબારક અભુ બાબરીયા તથા (૫) ઈકબાલ નુરમામદ ભજીર આ પાંચ ઇસમો મળી આવેલ અને તેમની પાસે કોથળામાં કોપરના વાયરો હોય જેથી મજકુર ઇસમોની યુકતી પ્રયુકતીથી પુછપરછ કરતા હાજર ઈસમો પૈકી નંબર ૧ થી ૪ વાળાઓએ જણાવેલ આજથી આશરે એકાદ મહિના અગાઉ વાડાપધ્ધર ગામની સીમમાં આવેલ વાડીના બોરનો કેબલ કાપી તેની ચોરી કરી હતી અને ઈકબાલ નુરમામદ ભજીર આ ચોરીનો કોપર વાયર લેવા માટે આવેલ હોવાની હકીકત જણાવેલ જે અંગે જખૌ પોલીસ સ્ટેશનમાં ખરાઇ કરતાં નીચે મુજબનો ગુનો દાખલ થયેલ જેથી મજકુર ઇસમોને હસ્તગત કરી આગળની કાર્યવાહી સારૂ જખૌ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
- મળી આવેલ મદામાલ
- તાંબાના વાયરો જેનો વજન આશરે ૧૮ કી.ગ્રા., કી.રૂ. ૯,૦૦૦/-
પકડાયેલ આરોપીઓ
- સલેમાન સિધિક મોગલ ઉવ.૨૪ રહે વાડાપધ્ધર,તા.અબડાસા
- અકબર ઉર્ફે ઈકબાલ અણુ સોરા ઉવ.-૨૨ રહે. વાડાપધ્ધર,તા.અબડાસા
- મહમદરીયાઝ મામદ મોગલ ઉવ.૧૮ રહે. વાડાપધ્ધર,તા.અબડાસા
- ઉરસમુબારક અભુ બાબરીયા ઉવ.૨૪ રહે.વાડાપધ્ધર,તા.અબડાસા
ઈકબાલ નુરમામદ ભજીર ઉવ.૩૨ રહે ભજીર ફળિયું, નલિયા તા અબડાસા
- નીચે મુજબનો વણશોધાયેલ ગુનો શોધી કાઢેલ
- જખો પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૦૦૫૦/૨૦૨૫, ભારતીય ન્યાય સહીતા-૨૦૨૩ની કલમ ૩૦૩ (૨) મુજબ