ભુજમાં મહિલાએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

copy image

ભુજમાં મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ભુજના જૂના રેલવે સ્ટેશન નજીક રહેતા રેખાબેન રાજનટે ગત રાત્રે પોતાના ઘરે હાજર હતા. તે સમય દરમ્યાન કોઈ અકળ કારણોસર ઘરના છાપરામાં લાકડાંની આડીમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.