ગાંધીધામ શહેરમાં બારોટ વાસમાં પરજીયા બારોટ સમાજ દ્વારા ત્રણ દિવસનો રામદેવપીરનો મેળાનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો


ગાંધીધામ શહેર બારોટવાસમાં તારીખ 1,2 અને 3 ના રોજ દર વર્ષાની જેમ ઓણ સાલ પણ રામદેવપીરના મેળાના ઉત્સવનો ઉજવવામાં આવ્યો હતો. આ પારંપરિક ઉત્સવ છે 55 વર્ષથી ઉજવવામાં આવે છે જેમાં પ્રથમ દિવસે રામદેવપીરનો નેજો ચડાવવામાં આવ્યો હતો.તેમજ મહાપ્રસાદ અને સંતવાણીના ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા
સમગ્ર મેળાના કાર્યક્રમને સફળ બનાવવા માટે પરજીયા બારોટ સમાજના કિશોરભાઈ વસતાભાઈ બારોટ, મનસુખભાઈ વાસતાભાઈ બારોટ, શંકરભાઈ નરસિંહ ભાઈ બારોટ, નવીનભાઈ નરસંગભાઈ બારોટ, અજયભાઈ વસતાભાઈ બારોટ ,નરેશભાઈ ભુરાભાઈ બારોટ, સુરેશભાઈ મોહનભાઈ બારોટ સુનીલભાઇ શોમાભાઇ બારોટ રોહીતભાઈ નવીનભાઇ બારોટદ્વારા ભારે જહેમ ત ઉઠાવવામાં આવી હતી.