રાપર શહેરની ગેલીવાડીમાં ઉભરાતી ગટરોનું કાયમી ધોરણે નિરાકરણ કરવા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાઈ


રાપર વિધાનસભા હેઠળના પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા અને લોકોના જીવન જરૂરિયાતના કામો કરવા માટે હરહંમેશ તત્પર એવા રાપર પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા અને રાપર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ રાઠોડએ પ્રાદેશિક કમિશ્નરશ્રી નગરપાલિકાઓ રાજકોટ ઝોન તથા ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતાશ્રી ડો.તુષારભાઈ ચૌધરી સહિત કલેક્ટરશ્રી કરછ સહિત રાપર ચીફ ઓફિસર સમક્ષ રજુઆત કરતા જણાવ્યુ કે રાપર શહેર મધ્યે આવેલ ગેલીવાડી વિસ્તારના પ્રવેશ દ્વાર મધ્યે આવેલ પાધરદેવકી મંદિર વાળી શેરીની બે ગટરની ચેમ્બર આવેલ છે જેમાંથી છેલ્લા બે મહિનાથી ગટરનું પાણી ઉભરાઇ રહ્યું છે તેમજ ગટરોના રેલાતા દૂષિત પાણી થી લોકોનું આરોગ્ય જોખમાઈ રહ્યું જેના કારણે રોગચાળો થવાની પુરી શકયતા રહેલી છે.ગટરના પાણીથી નાના નાના બાળકોમાં પણ બીમારી નું પ્રમાણ વધવાની શક્યતા રહેલી હોઈ તેમજ રાહદારીઓને તેમજ અભ્યાસ અર્થે શાળાએ જતાં વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક રહેવાસીઓને દુષિત વાસ આવવાથી અહી રસ્તામાં પસાર થવામાં ખુબજ તકલીફ પડી રહી છે તેમજ આ સમસ્યા બાબતે છેલ્લા બે મહિનાથી સ્થાનિકે વારંવાર રજુઆતો કરવા છતાં કાયમી ધોરણે નિરાકરણ આજ દિન સુધી થયેલ નથી જે અંગેના પુરાવા રૂપે ઉભરાતી ગટર ના ફોટોગ્રાફ અને વિડીઓ આ રજુઆત સાથે સામેલ છે તેમજ આ ગટરનું દુષિત પાણી અહીંથી ઉભરાઈ ગેલીવાડી વિસ્તારના હનુમાન શેરી સહીત સમગ્ર વિસ્તારમાં ફેલાય છે જેથી આ વિસ્તારમાં રોગચાળાનું પ્રમાણ વધારે છે જેથી સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ તાત્કાલિક લાવવા રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ વહીવટી તંત્ર સમક્ષ માંગ કરી હતી.