અદાણી ફાઉ. દ્વારા ઝરપરા ગામમાં આધુનિક બાલવાટિકાનું લોકાર્પણ

અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા અને માંડવી તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે.
શાળાઓના માળખાગત સુવિધાઓ, શુદ્ધ પીવાનું પાણી, બેન્ચ-ડેસ્ક, સ્માર્ટ ક્લાસરૂમ, શિક્ષકો અને નવીન શિક્ષણ પદ્ધતિઓ
દ્વારા ફાઉન્ડેશન બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત પ્રયાસશીલ છે.
આ શ્રેણીમાં, અદાણી ફાઉન્ડેશન અને મુન્દ્રા પેટ્રોકેમ લિ.ના સહયોગથી ઝરપરા ગામની કન્યા પ્રાથમિક શાળામાં અત્યાધુનિક
બાલવાટિકાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બાલવાટિકા રૂમને આકર્ષક ચિત્રો, કાર્ટૂન, શૈક્ષણિક માહિતી અને રમત-ગમતના
સાધનોથી સજ્જ કરવામાં આવ્યો છે, જે બાળકો માટે આનંદદાયક અને શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડે છે. આ પહેલથી ઝરપરા
ગામની બાલિકાઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે અને તેઓ આત્મવિશ્વાસ સાથે આગળ વધશે.
આ બાલવાટિકાનું લોકાર્પણ અદાણી ફાઉન્ડેશન, શાળાના આચાર્ય, શિક્ષકો, ગ્રામજનો અને શાળા વ્યવસ્થાપન સમિતિની
ઉપસ્થિતિમાં ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યું. આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના ગુજરાત CSR હેડ પંક્તિબેન શાહે જણાવ્યું,
“ઝરપરાની આ બાલવાટિકા એક રોલ મોડેલ છે, આગામી સમયમાં મુન્દ્રા તાલુકાની અન્ય શાળાઓમાં પણ આવા પ્રયાસોને વેગ
આપીશું , જેના દ્વારા શિક્ષણનું સ્તર ઉંચું લાવવાનો અમારો પ્રયાસ રહેશે
અદાણી ફાઉન્ડેશનના પ્રતિનિધિએ બાલિકાને આ નવા વર્ગખંડમાં પ્રવેશ કરાવ્યો, જ્યાં બાળકો ખુશીથી ઝૂમી ઉઠ્યા. શાળાના
આચાર્ય અને SMC સભ્યોએ અદાણી ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું, “અદાણી ફાઉન્ડેશન શાળાની જરૂરિયાતો
પૂરી કરવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. આ બાલવાટિકા અમારી શાળા માટે ગૌરવની વાત છે.
અમે હંમેશા અદાણી ફાઉન્ડેશનના ઋણી રહેશું, આ પહેલ ઝરપરા ગામ અને શાળા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે, જે
અન્ય શાળાઓ માટે પ્રેરણારૂપ હંમેશા બનશે. જે અન્ય શાળાઓ માટે પ્રેરણારૂપ બનશે. આ પહેલ દ્વારા દર વર્ષે મોટી સંખ્યામાં
બાલિકાઓ આ આધુનિક વર્ગખંડમાંથી શિક્ષણ મેળવી, ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધશે.