મુંદરામાં થયેલ યુવકની હત્યાના મામલામા ગુનાનો ભેદ ઉકેલી આરોપી પકડી પાડતી મુંદરા પોલીસ

ગઈ કાલ તા.૦૪/૦૯/૨૦૨૫ ના રોજ એક યુવક નામે ઓમચંદ્ર રંથુ માંજી રહે.ઝારખંડ વાળાની લાશ ઇજાગ્રસ્ત હાલતમાં યશ વોટર પ્લાન્ટની સામેના ભાગે પાણીના નાળા પાસે ધૂબ સીમમાંથી મળેલ હતી. જે બાબતે મુંદરા પોલીસ સ્ટેશન ખાતે ખુનનો અનડીટેક્ટ ગુનો મુંદરા પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.૧૩૦૬/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૧૦૩(૧) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ દાખલ થયેલ.

જે અન્વયે મે. પોલીસ મહાનીરીક્ષકશ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ-ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા ના.પો.અધિ.શ્રી રવિરાજસિંહ ડી.જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓ દ્વારા સદર ખુનના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને સત્વરે પકડી પાડવા સુચના આપવામાં આવેલ.

જે અન્વયે મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર.જે.ઠુંમર નાઓની આગેવાનીમાં કુલ ૧૮ પોલીસ કર્મચારીઓ તથા ૦૨ પોલીસ સબ ઇન્સપેક્ટરની ત્રણ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ. જે ટીમોએ આ ગુનાનો ભેદ ઉકેલવા તનતોડ મહેનત કરેલ. આ કામે બનાવ સ્થળની આજુબાજુના ૧૧ સી.સી.ટી.વી. કેમેરાનુ કુલ ૧૨૮ કલાકનુ રેકોર્ડીંગ જીણવટ પુર્વક અને ધીરજથી તપાસવામાં આવેલ. જે આધારે કુલ ૪ જેટલા શકમંદ ઇસમો ઉપર તપાસ કેન્દ્રીત થયેલ. અને આ સી.સી.ટી.વી. તથા ટેક્નીકલ સર્વેલન્સ અને કુશળતા પુર્વકની પુછપરછ આધારે શકમંદો પૈકી આરોપી રોમેન હરીનાથ સ/ઓ ઉર્ફે ગંજન ટાંટી ઉ.વ.૨૫ રહે.મુળ હાલેશ્વર લાઈન સોનીતપુર આસામ હાલે રહે. યશ વોટર પ્લાન્ટની બાજુની ઓરડીઓમા ધ્રબ સીમ મુંદરા વાળાએ કબુલાત આપેલ કે, તા.૦૩/૦૯/૨૦૨૫ ના રોજ સવારે પોતાને મરણ જનાર સાથે ગાડી ચલાવવા બાબતે બોલાચાલી થતા તેનો ગુસ્સો રાખી સદર હત્યાના બનાવને અંજામ આપેલ છે. અને જણાવેલ કે, ગઈ તા.૦૩/૦૯/૨૦૨૫ ના રાતના પોતે અને મરણ જનાર અદાણી વિલ્માર પાસેની કોલોનીમાં ઓડીશા વાસીઓનુ પરંપરાગત ફંકશન હોઇ તેમા ગયેલા અને પરત આવતી વખતે મરણ જનારને વાતોવાતોમાં બનાવવાળી જગ્યાએ લાવી ત્યાં માથા પર સીમેન્ટના ગજીયાથી વાર કરી હત્યા નિપજાવેલ તેવી હકીકત જણાવેલ

આ કામે આરોપીને સાથે રાખી ઘટનાનુ રીકન્સ્ટ્રકશન કરવામાં આવેલ તે દરમ્યાન હત્યામાં વપરાયેલ પથ્થર તથા મરણ જનારના બે મોબાઈલ ફોન બનાવવાળી જગ્યાની

બાજુમા ગટરની ટેન્કમા ફેકી દીધેલ તે રીકવર કરવામા આવેલ અને આરોપીને ધોરણસર અટક કરી રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુમા છે.

પકડાયેલ આરોપી:-

રોમેન હરીનાથ સ/ઓ ઉર્ફે ગંજન ટાંટી ઉ.વ.૨૫ રહે.મુળ હાલેશ્વર લાઈન સોનીતપુર આસામ હાલે રહે. યશ વોટર પ્લાન્ટની બાજુની ઓરડીઓમા ધ્રબ સીમ મુંદરા

કામગીરી કરનાર:

આ કામગીરી પોલીસ ઇન્સપેક્ટરશ્રી આર.જે.ઠુંમર સાહેબ તથા પો.સબ ઇન્સ.શ્રી વી.એમ.ડામોર સાહેબ તથા ડી.જે.ઠાકોર સાહેબ તથા મુંદરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ જોડાયેલ હતા.