રાપર તાલુકાના માનગઢ ગામના ૨૦ લોકોનું શેલ્ટર હોમ ખાતે સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું
બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છ કલેકટર શ્રી આનંદ પટેલના નેતૃત્વમાં જિલ્લા વહીવટી તંત્રની સમગ્ર ટીમ ગ્રાઉન્ડ લેવલ પર અવિરત કામગીરી કરી રહી છે. ત્યારે કલેક્ટરશ્રીની સુચના અનુસાર અધિકારીશ્રીઓ અને ફાયરની ટીમ દ્વારા સ્થળ પર રૂબરૂ મુલાકાત કરી, વધુ વરસાદી પાણી ભરાવવાથી અને નદીમાં વધતા જળસ્તરને કારણે, અસરગ્રસ્ત થયેલા રાપર તાલુકાના માનગઢ ગામના ઉપર વાસના ૨૦ લોકોનું શેલ્ટર હોમ ખાતે સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ શેલ્ટર હોમ ખાતે ગ્રામ પંચાયત દ્વારા આરોગ્ય સેવાઓ સાથે ગરમ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ભારે વરસાદની પરિસ્થિતિમાં કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા તેમજ ભયજનક નદી નાળા તેમજ નીચાણવાળા વિસ્તારમાં ન જવા અનુરોધ છે.