ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈ.ડી. બનાવી ભારતીય ચલણી નોટના બદલામાં ત્રણ ગણા ભાવે બનાવટી ભારતીય ચલણી નોટો તથા ૨૦% ડિસ્કાઉન્ટથી સોનું આપવાની લાલચ આપનાર રીલ્સ બનાવી અપલોડ કરી લોકોને છેતરવાની કોશિશ કરનાર શખ્સને પોલીસે દબોચ્યો

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-જીલ્લામાં લોકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાના ઇરાદે સોશિયલ મીડિયા પર લોભામણી લાલચ આપી ગેરકાયદેસર પ્રવુતિ કરતા ઇસમોને પકડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના આપેલ હોઈ જેથી સોશિયલ મીડિયા પર આવી પ્રવૃતિ કરતા ઇસમોને શોધી કાઢવા એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.ગઢવીનાઓએ તાબાના કર્મચારીઓને સુચના આપેલ હોઈ, જે અન્વયે એસ.ઓ.જી. સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.

દરમ્યાન તા.૦૮/૦૯/૨૦૨૫ નાં રોજ એસ.ઓ.જી.નાં કર્મચારીઓ સોશિયલ મીડિયા ઉપર આ પ્રકારની લોભામણી લાલચો આપતી યુઝર આઇ.ડી, ની ખરાઇ કરવાની કામગીરીમાં હતા. દરમ્યાન india_gold_bars નામથી બનાવેલ ઇન્સ્ટાગ્રામ આઇ.ડી.માં ગોલ્ડ બિસ્કીટ વાળા વીડિયો તથા ફોટોમાં Market se 20% lass તથા ભારતીય ચલણી નોટો રાખેલ वीडियोमा 1 lakh ka 3 lakh Second currency notes available Face to face deal No advance payment મુજબનું લખાણ લખી વીડિયો તથા ફોટો બનાવી રૂપિયા પડાવવાના અને છેતરપિંડી વિશ્વાસઘાત કરવાના ઇરાદે અપલોડ કરેલ હોવાનું જણાયેલ

જેથી india gold bars નામની ઇન્સ્ટાગ્રામ આઇ.ડી.ની ટેકનીકલ સર્વેલન્સ તથા ગુપ્ત બાતમીદારો મારફતે ખરાઈ કરાવતા સદર આઈ.ડી. રીયાજ જાકબ સમા રહે. હંગામી આવાસ, ભુજવાળાએ બનાવેલ હોવાનું જણાયેલ જેથી મજકુર ઇસમની તપાસ કરતાં રીયાજ જાકબ સમા રહે. હંગામી આવાસ, સરકારી સ્કુલ પાછળ, હનુમાન મંદિર સામે, ભુજવાળાને હસ્તગત કરી પૂછપરછ કરતાં એકાદ વર્ષ પહેલા પોતાના મોબાઈલમાં india_gold_bars નામથી ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. બનાવેલ બાદ સદર ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. ઉપર લોકો પાસેથી રૂપિયા પડાવવા છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાના ઇરાદે અસલી ભારતીય રૂપિયાના બદલામાં ત્રણ ગણા ભાવે સેકન્ડ કરન્સી બનાવટી ભારતીય રૂપિયા આપવાના તથા ૨૦% ડિસ્કાઉન્ટથી સોનું આપવાનાં વિડિયો તથા ફોટોમાં લોભામણી લાલચના લખાણ એડીટ કરી ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. પર અપલોડ કરેલ હોવાનું જણાયેલ જેથી મજકુર ઇસમ વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ હેઠળ ભુજ શહેર બી ડીવિઝન પો.સ્ટે. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી

રીયાજ જાકબ સમા રહે. હંગામી આવાસ, સરકારી સ્કુલ પાછળ, હનુમાન મંદિર સામે, ભુજ-કચ્છ.

આરોપીની મોડસ ઓપરેન્ડી

આ કામનો આરોપી પોતાનો આર્થિક ફાયદો મેળવવા સારૂ લોકો પાસેથી રૂપિયા પડાવવા માટે તેમની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાના ઇરાદે ખોટી ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. બનાવી બાદમાં ભારતીય ચલણની નોટોનો વિડિયો તથા ૨૦% ડિસ્કાઉન્ટથી સોનું આપવાના વિડીયો બનાવી તેના ઉપર મોબાઇલ રાખી મોબાઇલ સ્ક્રીન પર તથા કેપ્શનમાં લોભામણી લાલચના લખાણ વાળા વિડિયો ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. પર અપલોડ કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.

  • કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ

સદર કાર્યવાહીમાં એસ.ઓ.જીના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.ગઢવી તથા. એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ ઝાલા, મયુરસિંહ ઝાલા તથા પો.હે.કો. રઘુવીરસિંહ જાડેજાનાઓ જોડાયેલ હતા