ભુજ તાલુકા બ્રહ્મ સમાજની માતૃશક્તિ દ્વારા “નવદુર્ગા સ્પર્ધા”નું સુંદર અને સફળ આયોજન


ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજની મહિલા પાંખના સૌજન્યથી તારીખ ૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ રોટરી હોલ, ભુજ ખાતે “નવદુર્ગા સ્પર્ધા” નું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સમાજની લગભગ ૧૦૮ દીકરીઓએ માતાજીના વિવિધ સ્વરૂપે સજ્જ થઈ, ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. દીકરીઓ દ્વારા રજૂ કરાયેલી આ ભવ્ય ઝાંખી દ્વારા ભારતીય સંસ્કૃતિ અને માતૃશક્તિનો મહિમા જીવંત થયો. સમગ્ર સભાગૃહ દેવી શક્તિથી ભક્તિમય બનેલ હતો.
આ કાર્યક્રમની સફળતાનો શ્રેય ભુજ તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી રવિભાઈ ત્રવાડી તથા વડીલ શ્રી એચ.એલ. અજાણી સાહેબના માર્ગદર્શન તેમજ માતૃશકિત તથા સમગ્ર ટીમને જાય છે. વિશેષરૂપે શ્રીમતી ભક્તિબેન જોષી, ગીતાબેન જોષી, રીટાબેન ભટ્ટ, વૈશાલીબેન ગોર અને અન્ય બહેનોએ કાર્યક્રમનુ સુંદર આયોજન કરેલ હતુ.
સ્પર્ધામાં ભાગ લેનાર તમામ દીકરીઓને ઉત્સાહવર્ધન માટે વિવિધ ભેટો આપવામાં આવેલ હતી. મુખ્ય ઇનામદાતા તરીકે શ્રી સ્વ. અનિલભાઈ તથા મીરાબેન ભટ્ટ પરિવાર દ્વારા ચિન્મયભાઈ ભટ્ટ રહેલ હતા. શ્રીમતી ભક્તિબેન મુકેશભાઈ જોષી પરિવાર તરફથી દરેક કુમારિકાઓને સુંદર ભેંટ, રેખાબેન ઢાંકી પરિવાર તરફથી દરેક કેટેગરીમાં આશ્વાસન ઇનામ, શ્રી દિપેશભાઈ મોહનલાલ ગોર પરિવાર તરફથી અલ્પાહાર, કાર્યકર્તા બહેનો તરફથી દીકરીઓને ફ્રુટી અને કેટબરી અપાયેલ હતી. બ્રહ્મ સમાજના અન્ય દાતાશ્રીઓનો પણ આર્થિક સહયોગ મળેલ હતો, જે બદલ તેમનો સમસ્ત બ્રહ્મસમાજે દિલથી આભાર વ્યક્ત કરેલ હતો.
નિર્ણાયક તરીકે શ્રીમતી રચનાબેન શાહ તથા શ્રીમતી ભક્તિબેન સોનીએ સેવાઓ આપેલ હતી.
આવા કાર્યક્રમો દ્વારા સાંસ્કૃતિક ચેતના અને માતૃશક્તિ પ્રતિ ગૌરવ જન્મશે અને સમાજમાં એકતા અને સંસ્કારનું નિર્માણ થશે એવા ભાવ સાથે કાર્યક્રમનુ સમાપન કરવામા આવેલ હતુ, એવુ કારોબારી સભ્ય અલ્પેશભાઈ જાની ની યાદીમાં જણાવવામાં આવેલ હતુ.