ભુજ”એ”ડીવીઝન પી.આઈ.ની પ્રસંસનીય કામગીરી બદલ સન્માન કરાયું

ભુજ શહેર ખાતે “એ” ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી એ. એમ. પટેલ સાહેબ દ્વારા વિવિધ તહેવારો સહીત ઈદ નિમિતે પ્રસંસનીય કામગીરી બદલ સહકાર સેવા મંડળ દ્વારા તેમનું શાલ ઓઢાળી સન્માન કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે સહકાર સેવા મંડળના પ્રમુખ ઝહીર આઈ. સમેજા તેમજ ઉપપ્રમુખ માલશર્શીભાઈ માતંગ, મહામંત્રી વારીસ પટ્ટણી, સંગઠનમંત્રી સલીમભાઈ મોગલ તેમજ પીર સલીમ બાપુ ચિસ્તી અતાયે ખ્વાજા ગરીબ નવાજ, લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના મંત્રી હેમેન્દ્રભાઈ જણસારી, કચ્છ જિલ્લા ભા.જ.૫.લઘુમતી મોરચાના પ્રમુખ આમદભાઈ જત, અઝીઝઅલી અનવરઅલી કોઠારી સહીતનાઓ દ્વારા તમામ વિવિધ તહેવારોને અનુલક્ષી અને ઈદની પ્રસંસનીય કામગીરી તેમજ બંદોબસ્ત બાબતે સન્માન કરવામાં આવ્યું હતું તેવું માલશીભાઈ માતંગની યાદીમાં જણાવાયું છે.