સામખિયાળીમાં 31 વર્ષીય મહિલાને વીજ શોક લગતા મોત

copy image

copy image

ભચાઉના સામખિયાળીમાં 31 વર્ષીય મહિલાને વીજ શોક લગતા તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ સામખિયાળીમાં રહેનાર પાર્વતીબેન હમીર સોનારા નામના મહિલા આ બનાવમાં મૃત્યુ પામ્યા છે. હતભાગી મહિલાને હમીરભાઈ ડાંગરના ઘરે ધપડાં ધોવા ગયેલ હતા જ્યાં પાણી વીજ મોટર ચાલુ કરવા જતાં તેમને વીજશોક ભરખી ગયા હતા. આ બનાવમાં આ મહિલાને જીવ ખોવાનો વારો આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.