ગાંધીધામની ભાગોળે સાઈકલચાલકને અજાણ્યા વાહને હડફેટે લેતા આધેડએ જીવ ગુમાવ્યો

copy image

copy image

ગાંધીધામની ભાગોળે આધેડ સાઈકલચાલકને અજાણ્યા વાહને હડફેટે લેતા તેમનું મોત થયું છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉ-ગાંધીધામ ધોરીમાર્ગ પર એ.પી. જોશી પુલિયા નજીક આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ભારતનગરમાં રહેનાર સંતોષકુમાર નામના આધેડ સાઈકલ લઈને જતાં હતા તે સમયે કોઈ અજાણ્યા વાહને તેમને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલ આધેડને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ ફરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.