શ્રીલંકા ટુરિઝમ સ્વર્ગમાં લગ્નોની ઉજવણી માટે ભારતવાસીઓને આમંત્રિત કર્યા

શ્રીલંકા ટુરિઝમે ડેસ્ટિનેશન વેડિંગ્સ માટે તેના દરવાજા સત્તાવારપણે ખોલી દીધા છે અને ભારતીય દંપતિઓ તથા પરિવારોને વિશ્વના સૌથી આકર્ષક સ્થળો પૈકીના એક ખાતે તેમનો વિશેષ દિવસ ઉજવવા માટે હૂંફાળું આમંત્રણ પાઠવ્યું છે. આ હેતુસર શ્રીલંકા ટુરિઝમે સમગ્ર ભારતમાં શ્રેણીબદ્ધ મલ્ટી-સિટી લક્ઝરી વેડિંગ શૉનું સફળતાપૂર્વક સમાપન કર્યું હતું અને પોતાને અવિસ્મરણીય લગ્ન અનુભવો ઇચ્છતા દંપતિઓ માટે ખાસ પસંદગી તરીકેના ટાપુ તરીકે સ્થાન આપ્યું હતું.
આ શૉકેસમાં શ્રીલંકાની હોટલ્સ, રિસોર્ટ્સ, હેરિટેજ સ્થળો અને વેડિંગ સર્વિસ પ્રોવાઇડર્સ ભારતના ટોચના વેડિંગ પ્લાનર્સ, ટ્રાવેલ એજન્ટ્સ અને મીડિયાને પ્રતિનિધિઓને મળ્યા હતા.

દરેક ઇવેન્ટમાં એક્સક્લુઝિવ નેટવર્કિંગ સેશન્સ, અનેરા અનુભવો અને વિશિષ્ટ વેડિંગ કન્સેપ્ટ્સની રજૂઆત થઈ હતી જેમાં ભારતના પરંપરાગત પ્રસંગો તથા સમકાલિન વૈભવી ઉજવણીઓ બંને યોજવા માટે શ્રીલંકાની અદ્વિતીય ક્ષમતા દર્શાવવામાં આવી હતી.
શ્રીલંકા ટુરિઝમ પ્રમોશન બ્યૂરોના ચેરમેને જણાવ્યું હતું કે શ્રીલંકાએ ડેસ્ટિનેશન વેડિંગ્સ માટેના દરવાજા હવે ખુલ્લા મૂક્યા છે અને અમે ભારતને અમારી સાથે પ્રેમની ઉજવણી કરવા માટે આવવા આમંત્રિત કરીએ છીએ.

રીપોર્ટ બાય:અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.