સુરતમાં બાળકી પરથી વાનનું પૈડું ફરી વળ્યું : બાળકીનો ચમત્કારિક બચાવ થયો
સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાંથી ગોઝારો બનાવ સામે આવી રહ્યો છે જેમાં એક નાની બાળકી, અચાનક ચાલતા-ચાલતા રસ્તા પર ઉભેલી સ્કૂલ વાન નીચે આવી ગયેલ હતી. જેનો ચમત્કારિક રીતે તેનો બચાવ થયો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં બાળકી ચાલતા ચાલતા અચાનક સ્કૂલ વાન આગળ ઉભી રહી ગઈ હતી. જેની સામે ચાલકનું ધ્યાન જતાં બાળકી પરથી વાનનું પૈડું ફરી વળ્યું હતું. પરંતુ તે બાળકી સુરક્ષિત છે તેનો ચમત્કારિક બચાવ થયો હતો.