ગાંધીધામથી ભચાઉના ધોરીમાર્ગ નજીકથી 70 હજારના તેલના જથ્થા સાથે ત્રણ ઈશમો ઝડપાયા

copy image

ગાંધીધામથી ભચાઉના ધોરીમાર્ગ નજીક આવેલ શિવશક્તિ હોટેલ પાછળથી એક ગાડીમાંથી ચોરાઉ તેલ સાથે પોલીસે ત્રણ ઈશમોને દબોચી લીધા હતા. આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે, પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામથી ભચાઉના ધોરીમાર્ગ નજીક આવેલ શિવશક્તિ હોટેલ પાછળના ભાગે રંગની ગાડીમાં ચોરી કે છળકપટથી મેળવાયેલ સોયાબિન તેલ સંગ્રહ કરવામાં આવેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને અહીથી કેરબામાં ભરેલ 350 લિટર સોયાબિન તેલના જથ્થા સાથે ત્રણ શખ્સોને દબોચી લીધા હતા. પોલીસે અહીથી 13 કેરબામાં ભરેલ 350 લિટર સોયાબિન તેલ કિંમત રૂા. 70,000, 38 ખાલી કેરબા તથા ગાડી સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.