કંડલા-મુંબઈ સ્પાઈસજેટ ફ્લાઇટ ઉડાન બાદ પાછળનું એક ટાયર છૂટી જતા તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

કંડલા-મુંબઈ સ્પાઈસજેટ ફ્લાઇટ ઉડાન બાદ પાછળનું એક ટાયર છૂટી જતા તેનું મુંબઈ એરપોર્ટ પર તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. પાઈલટની સમજદારી અને સમયસર કાર્યવાહી કારણે ફ્લાઇટનું સુરક્ષિત લેન્ડિંગ શક્ય બન્યું. તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બાદ એરપોર્ટ પર થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી, પરંતુ તાત્કાલિક પગલાં લઈ પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ લેવામાં આવ્યું. આ ઘટનાની તપાસ ચાલુ છે