દારૂબંધીની હકીકત પર પ્રકાશ પડતી ઘટના વલસાડમાંથી સામે આવી : દારૂના નશામાં ધૂત કાર ચાલકે મચાવ્યો આતંક

copy image

દારૂબંધીના નામ માત્ર જેવા રાજ્ય ગુજરાતમાથી દારૂબંધીની હકીકત પર પ્રકાશ પડતી ઘટના વલસાડમાંથી સામે આવી આવી છે. ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે જ્યાં દારૂના નશામાં ધૂત કાર ચાલકે કેટલાંક વાહનો અને પશુઓને અડફેટે લઈ અકસ્માતો સર્જ્યા છે. જાણવા મળી રહ્યું છે કે આ બનાવમાં બે લોકો ઘાયલ થયા છે તેમજ એક વાછરડી અને શ્વાનનું મોત થયું છે. ઘટનાના પગલે લોકોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, ગાડીના ચાલકને સ્થાનિક લોકોએ માર મારી અને પોલીસને હવાલે કરી દેવાયો છે.