ડુમરામાં એક માસ અગાઉ થયેલ ચોરી અંગે ફોજદારી

copy image

અબડાસા ખાતે આવેલ ડુમરામાં એક માસ અગાઉ થયેલ ચોરી અંગે પોલીસ મથકે ફોજદારી નોંધાવવામાં આવેલ છે જે મામલે સૂત્રો જણાવી રહ્યા છે, આ ચોરી ગત તા. 14-8થી 25-8 દરમ્યાન થઈ હતી. ફરિયાદી એવા ધનજીભાઈ મેઘજીભાઈનાં બંધ ઘરનાં તાળાં તોડી ઝટકા મશીનની બેટરી, ખેતીના ઓજારો, સોલાર પ્લેટ અને ઘરવખરી સહિતની મત્તા પર હાથ સાફ કરી કોઈ અજાણ્યા ચોર ઈશમો ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે આરોપી ઈશમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.