રાપર તાલુકામાં ટૂંક સમય પહેલા ભારે વરસાદમાં થયેલ જે નુકશાની અંગનો સર્વે કરતી ટીમો દ્વારા ખેડુતો ને હેરાન કરવા અંગે તેમજ સર્વે ટીમોની સંખ્યા વધારવા અથવા સર્વે ની સમય મર્યાદામાં વધારો કરવા કૃષિમંત્રીશ્રી સમક્ષ માંગ કરી  

રાપર વિધાનસભા હેઠળના પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા અને લોકોના જીવન જરૂરિયાતના કામો કરવા માટે હરહંમેશ તત્પર એવા અને ખેડુતોના હમદર્દ રાપર પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ ગુજરાત મહામહિમ રાજયપાલશ્રી તથા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ તથા ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા તથા ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતાશ્રી ડો.તુષારભાઈ ચૌધરી સહિત કલેક્ટરશ્રી કરછ સમક્ષ રજુઆત કરતા જણાવ્યુ કે ટૂંક સમય પહેલા ભારે વરસાદ પડેલ હતો જેના કારણે ખેડુતોને પાકોમાં ખુબજ મોટા પ્રમાણમાં નુકશાની થઈ હતી જેના વળતર આપવા માટે સરકારશ્રી દ્વાર જગતના તાત  હિતાર્થે નુકશાની અંગનો સર્વે કરવા આદેશ કર્યો  જેથી હાલના સમયમાં વિવિધ ટીમો દ્વારા નુકશાની અંગેનો સર્વે કરવામાં આવી રહ્યો છે જેમાં સર્વે ટીમ ખેડુતોને હેન કેન પ્રકારે હેરાન કરી રહ્યા છે તેમજ ખેડુતો જણાવે છે કે અહીં આટલુ નુકશાન થયેલ છે તો તેઓ જાણે તેમના નોકરીના પગાર ધોરણમાંથી આપવાના હોય તેવી રીતે ખેડુતોને બળજબરી પૂર્વક કહે છે અહીં તો કંઈક નુકશાન દેખાતું નથી પરંતુ હકીકતમાં સ્થળ પર ખેડુત ને નુકશાન થયેલ હોય છે છતાં સર્વે ટીમ દ્વારા જગતના તાત ને હેરાન કરી રહ્યા હોય માટે તાત્કાલીક ધોરણે સર્વે ટીમો પરકડકમાં કડક કાર્યવાહી કરવા મારી માંગણી થાય છે.તદ ઉપરાંત ૧ ટીમમાં ૨ લોકો છે અને ૨ લોકોને પણ ૬-૭ જેટલા ગામો નો સર્વે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને પાંચ દિવસમાં થયેલ નુકશાની અંગેનો રીપોર્ટ આપવા જણાવેલ છે પરંતુ હકીકતમાં ૨ લોકો દ્વરા આટલા ટૂંક સમયમાં નુકશાની અંગેનો સર્વે કરવો મુશ્કેલ છે જેથી સર્વે ટીમો ની સંખ્યામાં વધારો કરવામાં આવે અન્યથા સમય મર્યાદામાં વધારો કરવામાં આવે તેવી લોકોની માંગણી હોઈ માટે તાત્કાલીક ધોરણે યોગ્ય સુચનાઓ કરવા રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ મુખ્યમંત્રી સાથોસાથ કૃષિમંત્રીશ્રી સમક્ષ માંગ કરી હતી.