આજ રોજ કચ્છ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાન અને દાનવીર દાતાશ્રી ભચુભાઈ આરેઠીયા ના જન્મ દિવસ નિમિત્તે રાપર વિધાનસભા કોંગ્રેસ પરિવાર દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવ્યા

આજ રોજ સરળ વ્યક્તિત્વ ધરાવનાર લોકસેવક હંમેશા નાના માં નાના વ્યકતી નો હાથ પકડીને ચાલનાર જેમને વાગડ તથા સમગ્ર કચ્છ જગડુશાના ઉપનામે જાણે છે તેમજ દાનવીર દાતા અને કચ્છ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાન શ્રી ભચુભાઈ આરેઠીયાના જન્મ દિવસ નિમિત્તે રાપર વિધાનસભા પરિવાર દ્વારા જન્મ દિવસ ની શુભકામનો પાઠવી હતી સાથોસાથ સેવાકીય કાર્ય કરવામાં આવ્યા તેમજ રાપર કોંગ્રેસ પરિવાર દ્વારા લોકોની સેવા કરવાનો કોલ લેવામાં આવ્યો હતો આ સમયે રાપર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભીખુભાઈ સોલંકી , રાપર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ રાઠોડ , રાપર તાલુકા કોંગ્રેસ મહામંત્રીશ્રી બાબુભાઈ ચૌધરી , રાપર નગરપાલિકા ના વિપક્ષી નેતાશ્રી રાજુભાઈ ચૌધરી ,રાપર નગરપાલિકા ના પૂર્વ વિપક્ષી નેતાશ્રી દિનેશભાઈ ચંદે  વિનોદભાઈ ઠાકોર , મહેશભાઈ મઢવી ,પ્રકાશભાઈ ચૌધરી , ધનજીભાઈ ગોહિલ , દાઉદ નોડે , નાસીરભાઈ રાઉમા વગેરે આગેવાનશ્રીઓ એ સેવાની જહેમત ઉઠાવી હતી.