“ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચીટીંગના ગુનામાં બે આરોપીઓને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અનુસંધાને લોકલ કાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. પંકજભાઇ કુશવાહ, નિલેશભાઇ ભટ્ટ, અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ, શક્તિસિંહ ગઢવી તથા જીવરાજભાઈ ગઢવીનાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન પંકજભાઇ કુશવાહ તથા નિલેશભાઇ ભટ્ટનાઓને સંયુક્ત રીતે હ્યુમન સોર્સીસ આધારે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એ પાર્ટ ગુ.ર.ન. ૧૧૬૨/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૧૮(૪),૩૧૬(૨), ૩(૫).૫૪, ૬૧(૨) મુજબ દાખલ થયેલ ગુના કામેના આરોપી (૧) અલીશા કાસમશા શેખડાડા રહે. શેખ ફળિયુ, અલાવારા કબ્રસ્તાન પાછળ, ભુજ તથા (૨) અતામામદ કાસમ કેવર રહે. મછિયારા ફળિયુ, ફરજાન હોટલની બાજુમાં, ભુજવાળાઓ આલાવારા કબ્રસ્તાન ની રોડની સાઇડમાં રજીસ્ટેશન નંબર પ્લેટ વગરની ગાડી ઉભી રાખી બેઠેલ છે જે સચોટ બાતમી હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમો મળી આવેલ અને મજકુર ઇસમના કબ્જાની ગાડીને ચેક કરતા ગાડીના આગળના ખાનામાં રૂ.૫૦૦ ના દરની નોટના બે બંડલો મળી આવેલ જે ગણી જોતા રૂ.૮૦,૦૦૦/- હોય જે રૂપિયા બાબતે પુછતા બંને ઇસમોએ જણાવેલ કે, અમો બન્ને ગઈ કાલે એક આંધ્રપ્રદેશના વિનય નામના વ્યક્તિ સાથે એક કા તીન રૂપિયા આપવાની લાલચ આપીને ભુજ રેલ્વે સ્ટેશનથી અમારી ગાડીમાં બેસાડીને તેની પાસેથી રૂ.૮૦,૦૦૦/-રકમ પડાવી લીધેલ હોવાની હકીકત જણાવેલ. તેમજ સદરહુ ગાડીને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ- ૧૦૬ મુજબ કબ્જે કરેલ અને મજકુર ઇસમોએ ઉપરોકત ગુનો કરેલ હોઇ અને ગુન્હા કામે નાસતા-ફરતા હોવાની કબુલાત આપેલ જેથી મજકુર ઇસમોને હસ્તગત કરી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

: પકડાયેલ આરોપી

  • અલીશા કાસમશા શેખડાડા રહે. શેખ ફળિયુ, અલાવારા કબ્રસ્તાન પાછળ, ભુજ
  • અતામામદ કાસમ કેવર રહે. મછિયારા ફળિયુ. ફરજાન હોટલની બાજુમાં, ભુજ

મુદામાલ :

  • રોકડા રૂપિયા ૮૦,૦૦૦/-

ગુના કામે ઉપયોગમાં લિધેલ હયુડાઇ કંપનીની આઇ-૧૦ ગાડી કિં.રૂ.૫,૦૦,૦૦૦/-