દેશી દારૂ તેમજ અંગ્રેજી દારૂનો વાયોર તેમજ આજુબાજુ ગામમાં ખુલ્લેઆમ વેચાણ અંગે રજૂઆત
જય ભારત સાથે જણાવાનું કે, વાયોર તા.અબડાસા મધ્યે દેશી દારૂ અલ્ટ્રાટ્રેક ટ્રાન્સપોર્ટની આસ-પાસ દારૂ ના અડા તેમજ ફુલાય તેમજ ભોઆ ની આજુબાજુ દેશી દારૂ ની ભઠીઓ તેમજ અલ્ટ્રાટ્રેક લેબર કોલોની આજુબાજુ અંગ્રેજી દારૂ તેમજ બાપા દયાળુ નગર માં આજુબાજુ અંગેજી દારૂ નો વેપલો જેમાં અગાઉ પણ ભુજ એલ.સી.બી દ્વારા કેશ કરેલ તેમ છતા ખુલ્લેઆમ દારૂ નો વેપલો ચાલુ માં છે. વાયોર ખાતે દારૂ પીવાથી ૨૬ લોકો નાની વયે પોતાના જીવ ગુમાવ્યો છે. તેમજ અનેક મહીલાઓ નાની વયે વિધવા આ દારૂ કારણે થયેલ છે. તેમજ નાના ભુલકાઓ પિતાની છત્ર છાયા ગુમાવેલ છે. આવી પરિસ્થતિ છેલ્લા ૧૨ માસ થી સતત ચાલી રહી છે. આ બાબતે સ્થાનીક ગ્રામજનો ૫૦ જણાની રજુઆત છે. તેમજ ગ્રામજનો એ આ બાબતે સહીઓ પણ આપેલ છે. જે સહીઓ ના કાગળો આ સાથે સામેલ રાખેલ છે. તો સત્વરે વાયોર તેમજ આજુબાજુમાં ગામમાં ખુલ્લેઆમ દારૂ નો વેપલો બંધ કરવામાં આવે તેવી અમારી લાગણી માંગણી છે.
આજરોજ તારીખ.૧૫/૦૯/૨૦૨૫ ના આમ આદમી પાર્ટી નો જન સભા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતો જેમાં ૨૬ જેટલી વિધવા મહીલાઓ તેમજ અન્ય મહીલાઓ પણ દારૂ બાબતે પોતાનો વિલાય વ્યક્તિ કર્યા હતો. જે બાબતે આજરોજ આવેદન પત્ર આપીએ છીએ. જે બાબતે તાત્કાલી પગલા લેવા અમારી માંગણી છે. ટુક સમયમાં જ કાર્યવાહી કરવામાં નહિ આવે તો જનતા રેડ જેવા કાર્યક્રમો તેમજ ગાંધી ચિધ્યા માર્ગે આદોલન તેમજ ધરણા પ્રદેશન કરવામાં આવશે.