“છેલ્લા એક વર્ષથી સજાના પકડ વોરંટમાં પકડવાના બાકી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ”


શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓએ લાંબા સમયથી પકડ વોરંટના આરોપી પકડવાના બાકી હોય જેમાં નરેશ પચાણ મહેશ્વરી રહે. હરીજન વાસ, ભારાપર તા.ભુજ વાળો જે નામદારશ્રી સેકન્ડ એડીશનલ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ, ગાંધીધામ-કચ્છનાઓની કોર્ટના ફોજદારી કેસ નં-૪૭૧૦/૨૦૨૩ વાળીના કામે એન.આઇ.એક્ટ કલમ ૧૩૮ મુજબના કામે મજકુર ઇસમને એક વર્ષની સજા થયેલ હોય જેથી મજકુર ઇસમને પકડી પાડવા માટે સુચના આપેલ હતી. જે બાબતે લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. પંકજભાઇ કુશવાહ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ જોષી તથા શક્તિસિંહ ગઢવીનાઓ તપાસમાં હતા દરમ્યાન પંકજભાઇ કુશવાહ તથા નવીનભાઈ જોષીનાઓએ હ્યુમન સોર્સીસ આધારે માહિતી મેળવી મજકુર ઇસમને પકડી વોરંટની બજવણી કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ ઇસમ
નરેશ પયાણ મહેશ્વરી રહે. હરીજન વાસ, ભારાપર તા.ભુજ
નામદારશ્રી સેકન્ડ એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ. ગાંધીધામ-કચ્છનાઓની કોર્ટના ફોજદારી કેસ નં. ૪૭૧૦/૨૦૨૩ ના સજાના પકડ વોરંટમાં પકડવાનો બાકી હતો.