PMFME યોજના હેઠળ માઇક્રો ફુડ પ્રોસેસીંગ ઉદ્યોગો માટે પ્રોજેક્ટ ખર્ચના ૩૫ % સુધી સહાય
આથી કચ્છ જિલ્લાના તમામ ફુડ પ્રોસેસીંગ ઇંડસ્ટ્રીઝ/કામગીરી સાથે સંકળાયેલા ઉદ્યમીઓને જણાવવાનું કે, કેંદ્ર સરકારશ્રી દ્વારા શરૂ કરેલી પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝીઝ યોજના (PMFME) હાલના માઇક્રો ફૂડ પ્રોસેસિંગ સાહસિકો, એફપીઓ, સ્વ-સહાય જૂથો અને સહકારી સંસ્થાઓને સહાય આપીને તેમની કાર્યક્ષમતામાં વધારો કરવા, બ્રાન્ડિંગ અને માર્કેટિંગને મજબૂત કરીને વ્યવસાયિક અને તકનીકી સપોર્ટ માટે સુવિધાઓમાં વધારો કરવા અને નાના મોટા ખાધ્ય પદાર્થના ઉત્પાદન વધારી લોકો અને સ્વ સહાય જુથોને આત્મ નિર્ભર કરવાના હેતુથી અમલમાં હોઇ કોઇ પણ વ્યક્તિગત સુક્ષ્મ સહાસિકો/નાગરીક પોતાના પગ પર આત્મનિર્ભર બનાવા માટે સેકન્ડરી પ્રોસેસ કરેલા અનાજ, દાળ મીલ, ચોખા મીલ, પાપડ, ખાખરા, કઠોળ, મસાલા, મરચા, હળદર ના પ્રોસેસીંગ યુનિટ તેમજ પેકીંગ વેચાણ, તથા પ્રોસેસ કરેલા દુધ, દહીં, પનીર વગેરીના પ્રોસેસીંગ યુનિટ ઉપરાંત બેકરી આઇટમ બનાવવાના યુનિટ, ફળ અને શાકભાજી ને પ્રોસેસ અને ફ્રોઝન કરી બનાવેલી વસ્તુઓ જેવાકે પેકેડ જ્યુસ, પાવડર, અથાણા, ફરસાણી આઇટમો વિગેરે ઉપરાંત તેલીબીયા ખેતી પ્રોડક્ટ્માંથી ખાધ્ય ઓઇલ, તલની ચીકી, સીંગની ચીકી અને પેકેડ બ્રાંડીંગ ઓઇલના યુનિટ, પલ્પ, પાવડર, જામ, જેલી, પીણાં, આઇસક્રીમ, ચટણી, ડીપસ, ડેજર્ટસ, રેડી ટુ કુક અને રેડી ટુ ઈટ નાસ્તો…. વિગેરે જેવા સુક્ષ્મ અને સ્વનિર્ભર પ્રોસેસીંગ યુનિટો સ્થાપવા માટે જે લોકો રસ ધરાવતા હોય તેમના માટે કેંદ્ર સરકારશ્રી દ્વારા ઉક્ત યોજના હેઠળ ૧). વ્યક્તીગત પ્રતિ યુનિટ રૂ. 10.00 લાખની મહત્તમ મર્યાદા સાથે વિસ્તરણ/ટેક્નોલોજી