ગાંધીધામમાંથી દારૂ વેચતો શખ્સ ઝડપાયો

copy image

copy image

ગાંધીધામમાંથી દારૂ વેચતા શખ્સને દબોચી લઈ પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ  ગાંધીધામના ગણેશનગર નજીક બકાલા બજારમાં શૌચાલય નજીક એક્સેસ મોપેડ પર ઈશમને પોલીસે દબોચી લીધો હતો. આ શખ્સની  ગાડીની ડેકીમાં તપાસ કરતાં કિંમત રૂા. 15,360નો દારૂ નીકળી પડ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.