લખપતના દરિયાઈ વિસ્તારમાંથી ચરસનું પેકેટ મળી આવ્યું

લખપતના દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન સીમા સુરક્ષાદળની ટીમને બિનવારસુ હાલતમાં માદક પદાર્થ ચરસનું પેકેટ મળી આવેલ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત રવિવારના બીએસએફની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે દરિયાઈ વિસ્તારમાં નજીકથી આ  માદક પદાર્થ ચરસનું પેકેટ મળી આવેલ હતું. પોલીસે આ ચરસનું પેકેટ કબ્જે કરી આગળની વધુ તપાસ આરંભી છે.