મુંદ્રામાંથી સામે આવ્યો ગોઝારો બનાવ : રોડ પરના ખાડાઓ એક યુવાન માટે જીવલેણ સાબિત થયા

copy image

copy image

મુંદ્રામાંથી ગોઝારો બનાવ સામે આવી રહ્યો છે જેમાં ધોરીમાર્ગ ઉપર ખાડાના કારણે ટ્રેલર ઉપર રહેલું કન્ટેનર યુવાન ઉપર પડતા યુવાનનું કમકમાટી ભર્યું મોત થયું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારના લાયન્સ નગરમાં રહેતા મહેન્દ્રભાઈ અમૃતલાલ પંડ્યા એ આ બનાવ અંગે રજૂઆત કરી છે જે અનુસાર તેમનો 21 વર્ષીય પુત્ર દિવ્ય પંડ્યા એસી રીપેરીંગ માટે તેના બે મિત્રો સાથે એકટીવા પર મુંદ્રા તરફ જઈ રહયા  હતા તે દરમ્યાન ખેડોઇ પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર પડેલા ખાડાઓથી બચવા સ્ટારિંગ ફેરવતા ટ્રેલર પર લોડ થયેલું કન્ટેનર ઉપર પડતા તેઓ દબાઈ ગયા હતા. આ બનાવમાં દિવ્યનું કમકમાટી ભર્યું મોત થયું હતું. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે આ ગોઝારા બનાવનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.