અંજારના વરસામેડી બેન્ક સાથે 85 લાખની છેતરપિંડી ઉપરાંત રૂા. 30 લાખના ચેક રિટર્નના ચકચારી પ્રકરણમાં આરોપી મહિલાને એક વર્ષની કેદ

copy image

અંજાર ખાતે આવેલ વરસામેડી બેન્ક સાથે 85 લાખની છેતરપિંડી અને બાદમાં રૂા. 30 લાખના ચેક રિટર્નના ચકચારી પ્રકરણમાં એક વર્ષની કેદ ફટકારવામાં આવી છે. ત્યારે આ બનાવ અંગે સૂત્રોનું કહેવું છે, વરસામેડીમાં આવેલી બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક શાખાના બ્રાન્ચ મેનેજર દ્વારા આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આરોપી મહિલાએ બેન્કમાં રૂા. 30 લાખનો ચેક બેન્કને આપેલ હતો, જે પરત ફરતા તેમના વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. જેમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળી આરોપી મહિલાને મૂળ રકમ 30 લાખ બેન્કમાં જમા કરાવવા તથા એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી.