ભુજના નોખાણિયામાં સર્જાયલ ગોઝારા અકસ્માતે યુવાનનો જીવ લીધો

copy image

ભુજના નોખાણિયામાં પીકઅપ વાહન હડફેટે આવી જતાં 27 વર્ષીય યુવાનનું મોત થયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજેશ નામનો યુવાન બાઈક લઈને પોતાના ઘરે જઈ રહ્યો હતો તે સમયે નોખાણિયા બસ સ્ટેશન નજીક પહોંચતાં પીકઅપ ગાડીની ટક્કર લાગતા તેનો અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ગંભીર ઇજાઓ પહોંચતા બાઈક ચાલકને તત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતી જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.