કુકમામાં વાહનની ટક્કર લાગતાં 8 વર્ષીય માસૂમ બાળકે જીવ ખોયો

copy image

કુકમામાં વાહનની ટક્કર લાગતાં 8 વર્ષીય માસૂમ બાળકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આ ગોઝારા બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ કુકમામાં રહેતો માસૂમ ઉત્કર્ષ નામનો બાળક પરિવાર સાથે આશાપુરા કોલોનીમાં આવેલા હનુમાન મંદિરે દર્શન અર્થે ગયેલ હતો જ્યાંથી પરત આવતા સમયે માર્ગ પર વાહનની ટક્કરથી તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. જેને સરવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.