કિડાણાના બે માથાભારે શખ્સોને કચ્છ ઉપરાંત તેને અડીને આવેલા જિલ્લાઓમાંથી કરાયા તડીપાર

copy image

ગાંધીધામના કિડાણાના બે શખ્સોને કચ્છ ઉપરાંત તેને અડીને આવેલા જિલ્લાઓમાંથી તડીપાર કરી દેવામાં આવેલ છે. ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે જે અનુસાર ગાંધીધામ બી-ડિવિઝન પોલીસને વારંવાર ગુના આચરતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવા અંગે સૂચન થતાં આ બંને આરોપી ઈશમો વિરુદ્ધ તડીપારની દરખાસ્ત તૈયાર કરી અને રજૂ કરવામાં આવતા તે મંજૂર થઈ હતી. બાદમાં આ બંને માથાભારે શખ્સોને પકડી પાડી કચ્છ તથા કચ્છને અડીને આવેલા તમામ જિલ્લાઓમાંથી તડીપાર કરી દેવાયા છે.